સુરત ના ઓલપાડ વિસ્તારમાં કોબા દુધ ઉત્પાદક મંડળી દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

ઓલપાડ તાલુકાના કોબા ગામે કોબા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી કોબા તથા પટેલ પગતિ મંડળ સુરત તથા દિવ્ય જયોતિ ટસ્ટ માંડવી ના સંયુક્ત ઉપક્રમે કેન્સર, હાડકા, આખ તથા અન્ય રોગોને લગતા મેડીકલ ચેકઅપ કેમ્પ નુ આયોજન કરાયુ હતુ

જેમા પટેલ પગતિ મંડળના પ્રમુખ શ્રી જયંતિભાઈ પટેલ, શ્રી હસમુખભાઇ પટેલ, રમેશ ભાઈ પટેલ, ગણપતભાઈ પટેલ, નરેન્દ્રભાઈ પટેલ તથા અન્ય હોદ્દેદારો, તેમજ તા. પંચાયત ના ઉપપ્રમુખ શ્રીમતી જશુબેન વસાવા, કોબા દૂધ મંડળીના પ્રમુખ જયંતિભાઈ પટેલ, ઠાકોરભાઈ પટેલ, અલ્પેશ પટેલ, જયેશભાઈ પટેલ, બશીરભાઈ મલેક, ભાવિનભાઈ પટેલ તથા ડિરેક્ટર શ્રીઓ, મેનેજર શ્રી ભરતભાઈ પટેલ, સરપંચ શ્રી દિલીપભાઈ પટેલ, રશિમકા બેન પટેલ તથા વિવિધ રોગોના નિષ્ણાત ડોક્ટર તથા માડવી ટસ્ટ ના કર્મચારીઓ તથા શાળાના આચાર્ય એ હાજર રહી સેવા આપી હતી. 150 કરતા વધુ દર્દીઓ એ લાભ લીધો હતો.