પાવીજેતપુર નજીક કુકણા ગામે રસ્તા નું કામ ચાલતું હોય ત્યારે ડ્રાઈવરજન ઉપર ટ્રક રોડની નીચે ઉતરી જતા ત્રણ પલટી ખાઈ જતા ખાડામાં પડી ગઈ હતી. ડ્રાઇવર કંડકટરનો આબાદ બચાવ થવા પામ્યો હતો. 

            પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર થી બોડેલી વચ્ચે રોડ નું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે કુકણા ગામ પાસે રોડની એક બાજુ એ ખાડા કરી રોડનું કામ ચાલી રહ્યું હતું જ્યારે એક જ રસ્તો ડાઈવરજન તરીકે ચાલતો હોય તે સમયે ગાંધીધામ થી કોલસા ભરીને જઈ રહેલ ૧૪ પેંડા વાળી મોટી ટ્રક રોડની બાજુએ ઉતરી જતા ત્રણ પલટી ખાઈ રોડની બાજુના મોટા ખાડામાં ગબડી જઈ ટાયરો ઊચા થઈ જવા પામ્યા હતા. પરિસ્થિતિ ભાંપી જતા ડ્રાઇવર કંડકટર અંદરથી કૂદી પડી પોતાનો જીવ બચાવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી રાત્રિના બનેલી આ ઘટનાથી લોક ટોળા ભેગા થઈ ગયા હતા. 

            આમ, પાવીજેતપુર નજીક કુકણા ગામ પાસે રોડનું કામ ચાલતું હોય ત્યારે રાત્રિના એક બાજુના રસ્તા ઉપર રોડની નીચે મોટી ટ્રક ઉતરી જતા ત્રણ પલટી ખાઈ જતા ટાયરો ઉંચા થઈ ગયા હતા સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.