વડોદરા શહેર ના ગોત્રી વિસ્તારમાં આછોળો તૂટવાનો બનાવ બન્યો

વડોદરામાં દિવસેને દિવસે અછોડા તુટવાની ઘટનાઓ સામે આવી રહી છે. પોલીસનો ખૌફ અછોડા તોડ હોય કે લૂંટારૂ તમામમાંથી દુર થઇ રહ્યો હોવાનો અંદાજો આ વાત પરથી લગાડી શકાય છે. શહેરના વાસણા રોડ પર આવેલા ડી માર્ટ ચાર રસ્તાથી ગોત્રી તરફ જવાના રસ્તે સ્વામીનારાયણ મંદિર આવેલું છે. સ્વામીનારાયણ મંદિર પાછળ યોગી નગર સોસાયટી આવેલી છે. આજે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ અહિંયાથી પસાર થતી મહિલાનો અછોડો અજાણ્યા વાહન સવાર તોડીને ફરાર થયા છે. ઘટના સામે આવતા અછોડો તુટવાની ઘટના અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી. જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી જઇને મામલાની તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.

મહિલાએ આ અંગે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હું યોગીનગર ટાઉનશીપમાં રહું છું. બાળકોને ટ્યુશનથી લઇને પરત આવતી હતી. તેવામાં પાછળથી ઝપટ મારીને અઠોડો ખેંચી લીધો છે. એક ભાઇ પાછળ પડ્યા પણ તેઓ ફાસ્ટ ભાગી ગયા હતા.

તપાસ અધિકારીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, શારદા બેન નામની મહિલા તેમના બે બાળકોને શાળાએથી પરત ઘરે લાવી રહ્યા હતા. દરમિયા બાઇક પર આવેલા બે શખ્સોએ તેમના ગળામાંથી સોનાની ચેન તફડાવી લીધી છે. હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે