સુરેન્દ્રનગર એલસીબી પીઆઇ સહિતના પોલીસ સ્ટાફે અગાઉથી મળેલી બાતમીના આધારે વઢવાણ પાસેથી 296 વિદેશી દારૂની બોટલો સાથેની સ્વિફ્ટ કાર ઝડપી પાડી હતી. જેમાં રાજસ્થાની શખ્સને કુલ રૂ. 4.17 લાખના મુદામાલ સાથે ઝબ્બે કરવામાં આવ્યો હતો.સુરેન્દ્રનગર એલસીબી પીઆઇ વી.વી. ત્રિવેદીએ એલ.સી.બી. ટીમને સુરેન્દ્રનગર જીલ્લામાંથી પ્રોહી જુગારની બદી સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા અંગે જીલ્લામાં ખાસ પેટ્રોલીંગ હાથ ધરી, ગે-કા વિદેશી દારૂની હેરાફેરી, કટીંગ, વેચાણની પ્રવૃતી શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના માર્ગદર્શન આપતા એલ.સી.બી. ટીમ દ્વારા વઢવાણ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ હતા, તે દરમિયાન બાતમી હકીકત મળી હતી કે, એક સફેદ કલરની મારૂતી સુઝુકી સ્વીફટ ગાડી રજી. નં. GJ-23-BD-2674 વાળીનો ચાલક પોતાના કબજા ભોગવટાવાળી ગાડીમાં ગે.કા. પાસ પરમીટ વગર પરપ્રાંતિય ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી લખતરથી નિકળી અત્રેથી પસાર થઇ મુળી તરફ નીકળનારો છે.તેવી ચોકકસ બાતમી મળેલી હોય, જેથી આ જગ્યાએ તપાસમાં હતા, તે દરમ્યાન ઉપરોકત બાતમી વર્ણન વાળી સ્વીફટ ગાડી રજી.નં. GJ-23-BD-2674વાળી મળી આવતા ગાડીમાં વિદેશી દારૂની બોટલો નંગ-296 કી.રૂા. 1,11,000/- તથા સ્વીફટ ગાડી કી.રૂ. 3,00,000/- તથા મોબાઇલ ફોન નંગ-1 કી.રૂા.5000/- તથા રોકડા રૂા.1460 મળી કુલ રૂ.4,17,460/-ના મુદામાલ સાથે સ્વીફ્ટ ગાડી ઝડપી પાડી હતી.બાદમાં સ્વીફ્ટ ગાડીનો ચાલક આરોપી નં. 1 બાબુલાલ કીશનારામ કાલેણા બીસ્નોઇ ( ઉ.વ.28 રહે.સોમારડી, બીનોથી કી પાણી તા.સેડવા જી.બાડમેર રાજ્ય રાજસ્થાન વાળો ) મળી આવતા મજકુર ઇસમની પુછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો આરોપી નં.2 સુનીલ ઉર્ફે સોહન બીસ્નોઇ ( રહે.રાણાસર, તા.ધોરીમના, જી બાડમેર રાજ્ય રાજસ્થાન ) વાળાએ ભરી આપેલો છે. અને તે કહે તેને આપવાનો હોવાનું જણાય આવતા આ ઇસમો તથા તપાસમાં ખુલે તે તમામ વિરૂદ્ધ પ્રોહી ધારા મુજબ વઢવાણ પો.સ્ટે. ખાતે ગુનો રજી કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.