સિગ્નલ એપ એ એક સારી મેસેજિંગ એપ છે જે વપરાશકર્તાની ગોપનીયતાને સુરક્ષિત રાખવા માટે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન જેવી સુવિધાઓ પ્રદાન કરે છે. આનો અર્થ આ થાય છે કે સિગ્નલ પર મોકલવામાં આવેલ મેસેજ ફક્ત મોકલનાર અને પ્રાપ્ત કરનાર વચ્ચે જ સુરક્ષિત રહે છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

સ્ટોરીઝનું ફીચર વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં પહેલાથી જ ઉપલબ્ધ છે, જે ઘણું પોપ્યુલર છે પરંતુ આ ફીચર સિગ્નલમાં નહોતું. હવે સિગ્નલ આ સુવિધા લાવવા માટે બીટા ટેસ્ટર્સ માટે રોલઆઉટ કરી રહ્યું છે. ચાલો વિગતવાર જાણીએ..


સિગ્નલનું સ્ટોરી ફિચર
સિગ્નલે તેના કમ્યુનિટી ફોરમમાં પુષ્ટિ કરી છે કે સ્ટોરીઝ સુવિધા હવે બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ છે. આ રીતે બીટા યુઝર્સ તેનો ઉપયોગ કરી શકે છે. આ ફીચર ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરીઝ નામથી ઉપલબ્ધ છે અને વોટ્સએપમાં આ ફીચરને સ્ટેટસ કહેવામાં આવે છે. સિગ્નલમાં પણ  અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મની જેમ વપરાશકર્તાઓ તેમના સંપર્કો માટે સ્ટોરીઝમાં ફોટા, વિડિયો અથવા ટેક્સ્ટ ઉમેરી શકાય છે, જે આગામી 24 કલાક સુધી રહેશે એટલે કે 24 કલાક પછી તે પોતાની મેળે ગાયબ થઈ જશે.