શિણાય હેડ ક્વાર્ટરમાં શસ્ત્ર પૂજન કરાયુંગાંધીધામ ખાતે શિણાય હેડ કવાર્ટરમાં પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયાએ શસ્ત્રનું કર્યુ પૂજન
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
શસ્ત્રો થકી પ્રજાના જાન-માલના રક્ષણ માટે અતિ આવશ્યક અને ઉપયોગી છે. રાજાશાહીમાં ક્ષત્રિયો શસ્ત્રોને પોતાનું આભૂષણ ગણતા અને ધર્મ યુધ્ધમાં શસ્ત્ર થકી જ પોતાનું શૌર્ય બતાવતા હતા.આદી કાળથી શસ્ત્રનું મહત્વ રહ્યું છે. આજે ડિઝીટલ યુગમાં પણ શસ્ત્રોનું મહત્વ જળવાઈ રહ્યું છે.
સમાજમાં રહે અનિષ્ટ પર અંકુશ માટે પોલીસ માટે શસ્ત્ર આપવામાં આવ્યા છે. શસ્ત્રને શક્તિનું પ્રતિક પણ ગણવામાં આવે છે. ત્યારે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક દ્વારા પોલીસ હેડ કવાર્ટર ખાતે શાસ્ત્રોકત વિધી અનુસાર પોલીસને ઉપયોગમાં આવતા તમામ પ્રકારના હથિયારનું પૂજન કરવામાં આવ્યું હતું.
આ પૂજનમાં પૂર્વ કચ્છ પોલીસ બ્રાન્ચના તમામ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.
રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ