ખંભાતના રંગપુર-નગરા ખાતે ૭ લીટર દેશીદારૂ સાથે ૨ મહિલા ઝડપાઇ છે.ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ જવાનો પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમીને આધારે બે મહિલાને ૭ લીટર દારૂ સાથે ઝડપી પાડી પ્રોહીબિશન હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.