બંછાનિધિ એ વડોદરા મ્યુન્સીપલ કમિશ્નર તરીકે નો ચાર્જ સંભાળયો
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
વડાપ્રધાન મોદીની અગાઉની મુલાકાત બાદ રાજ્યના બે મ્યુનિસિપલ કમિશનરની આંતરિક બદલી કરવામાં આવી હતી. જેમાં વડોદરાના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલની સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી હતી. તથા સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીની વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી હતી. ગતરોજ શાલિની અગ્રવાલે સુરતમાં ચાર્જ સંભાળ્યો છે. આજે બંછાનિધી પાનીએ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. વડોદરાના મ્યુનિસિપલ કમિશનર સમયમાં ખુબ જ ચોક્કસ છે. અને તેમણે પહેલા જ દિવસે પાલિકામાં સરપ્રાઇઝ આપી છે. તેઓ સવારે 10 30 કલાકે પાલિકાની કચેરીમાં આવવાના હતા. પરંતુ તેઓ સવારે 10 વાગ્યા પહેલા પાલિકાની કચેરીએ પહોંચ્યા હતા. જેથી તમામ અધિકારીઓ ચકિત રહી ગયા હતા. ચાર્જ સંભાળ્યા બાદ મ્યુનિસિપલ કમિશનરે મેયરની શુભેચ્છા મુલાકાત લીધી હતી. અને ત્યાર બાદ વિવિધ વિભાગના વડાઓ સાથે રિવ્યુ મિટીંગ હાથ ધરવામાં આવી રહી છે. નવા મ્યુનિસિપલ કમિશનર સમયના ઘણા પાબંધ હોવાનું માનવામાં આવે છે.
જે રીતે બંછાનિધી પાનીએ પહેલા દિવસે વહેલા આવીને પાલિકાના અધિકારીઓને ચોંકાવી દીધા છે. તેમ આગામી સમયમાં તેમનું કામ પણ ચોંકાવશે તેવી લોક ચર્ચાએ જોર પકડ્યું છે.