સાવરકુંડલાના મુસ્લીમ યુવકનો ગાયો પ્રત્યે અનોખો પ્રેમ રોજ પોતાનાં પરીવાર સાથે ગાયોની પણ ચીંતા કરે છે પઠાણ
આજે ઇદે મિલાદ નિમિતે સમગ્ર વિસ્તારમાં ગાયોને રચકો નાખી માનવતા મહેકાવી .
સાવરકુંડલા ના મણિનગર ખાતે મુસ્લીમ યુવક ઇમરાન પઠાણ લક્કીના ઘરે આજે સવારે એક ગાય આવી અને ડેલા સાથે માથું ભટકાવી આવાજ આપ્યો તો આજે ઇદેમિલાદ એટલે કે મુસ્લીમ સમાજના પયગંબર સાહેબના જન્મદિવસ હોઇ અને તેમના ઘરે એક અબોલ જીવ આવી કઈક કેવાની કોશિશ કરતું હોઇ ત્યારે ઇમરાન પઠાણે ગાય ની મહેમાન ગતી કરી સમગ્ર વિસ્તાર મા ફરી ગાયો ને રચકો અને પાણી પીવડાવી નબી સાહેબ નો જન્મદિવસ ઉજવ્યો અને સાથે જણાવ્યું કે આજે મુસ્લીમ સમાજ માટે ખૂબજ ખુસીનો દીવસ હોઇ આજે પયગંબર સાહેબનો જન્મ દિવસ હોય અને જાણે મને કોઈ અંતર આત્માએ પોકાર કાર્યો હોઇ તેવી રીતે મારા ઘરે સવારે ગાય આવી મને માનવતા દર્શાવા નો મોકો આપ્યો હતો આમ તો રોજ સવારે હૂ ઘરેથી નીકળી અબોલ જીવ માટે ખોરાગ ની વ્યવસ્થા કરતો આવું છું પણ આજે મને ગાય ની અંદર કોઇક પરમાત્મા એટલે કે કોઈ મહાન હસ્તી ના દર્શન થયા હતાં તેવુ ઇમરાનભાઈ એ જનાવ્યું હતું અને માનવતાનું એક ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું ..