ગુજરાતમાં ચૂંટણીનું આ વર્ષ છે ત્યારે ચૂંટણી પહેલા એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જવાનો સીલસીલો જોવા મળ્યો છે ત્યારે જાણીતા ફેમ, આર્ટિસ્ટ રાજકારણમાં પણ જોડાઈ રહ્યા છે. તેવામાં જાણીતા ગઝલકાર મનહર ઉધાસજી આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. મનહર ઉધાસજી આજે સાંજે 4 કલાકે ભારતીય જનતા પાર્ટીમાં વિધીવત રીતે જોડાશે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ગુજરાતમાં આ સદસ્યતા અભિયાન હેઠળ દરેક ક્ષેત્રના લોકો, નિષ્ણાતો, કલાકારો, તબીબો, શિક્ષણ વિદો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાન હેઠળ મનહર ઉધાસજી પણ આજે ભાજપમાં જોડાશે. કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ તેમને કેસરીયો પહેરાવીને ભારતીય જનતા પાર્ટીમાં જોડશે. સીઆર પાટીલ દિલ્હીથી ગુજરાત આવશે અને તેમને ભારતીય જનતા પાર્ટીમાં જોડશે.
મનહર ઉધાસજી સાવરકુંડલાના રહેવાસી છે. તેઓ એક ભારતીય ગાયક અને પ્લેબેક સિંગર છે અને હિન્દિ ઉપરાંત તેમને પોતાની માતૃભાષા ગુજરાતીમાં પણ ગાયું છે. તેમને 1969માં ફિલ્મ વિશ્વાસમાં ગીત ગાયું હતું. ગઝલકાર તરીકે જાણીતા પંકજ ઉધાસ હવે ભાજપમાં જોડાઈને રાજકારણમાં પણ બીજેપીનો ખેસ પહેરીને પ્રવેશી ચૂક્યા છે.