*લોક મૂખે ચાલતી ચર્ચા મુજબ કાર ચાલક અંબાજી મંદિરના એક અધિકારીનો ભત્રીજો હતો*

*સાહેબનો ભત્રીજો હોઈ સાહેબના ભત્રીજાએ લાગવગ લગાવી કર્યું બારોબાર સેટીંગ*

દાંતા તાલુકો અંતરિયાળ અને પછાત તાલુકો ગણાતો હોય છે આ તાલુકામાં આવેલું શક્તિપીઠ યાત્રાધામ અંબાજી મંદિર અંબાજી મંદિર ખાતે અનેક ભક્તો આસ્થા સાથે માં અંબાના દર્શનાર્થે દર્શન કરવા આવતા હોય છે જ્યારે કાવાથી અંબાજી પગપાળા નીકળેલ સંઘ આંબાઘાટામાં પહોંચતા આંબાઘાટામાં હિટ એન્ડ રનની ઘટનાનો ભોગ આ સંઘના બે પદયાત્રીઓ બન્યા હતા આંબાઘટા પાસે એક કાર ચાલકે હિટ એન્ડ રનની ઘટના સર્જી કારચાલક રફુચક્કર થયો હતો જ્યારે ઈજાગ્રસ્તોને 108 મારફતે સારવાર અર્થે દાંતા સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા અને વધુ સારવાર આપવામાં આવી હતી જ્યારે દાંતા વિસ્તારમાં અવારનવાર અકસ્માતોની ઘટના સર્જાતી હોય છે તો ફરી એકવાર આકસ્માતની ઘટના સામે આવી હતી આ બાબતે દાંતા પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે લગભગ તેમનું સમાધાન થઈ ગયું છે અને હજી સુધી અમારા સુધી ઓફીસીયલી કોઈ માહિતી આવી નથી તેવું દાંતાના પોલીસ જવાને જણાવ્યું હતું જ્યારે લોક મુખે ચાલતી ચર્ચા મુજબ અકસ્માત સરજનાર કારચાલક અંબાજી મંદિરના અધિકારીનો ભત્રીજો હોઈ અધિકારીના ભત્રીજાએ સમાધાન કર્યું હોવાની લોક મુખે ચર્ચા ચકડોલે ચડી...

*એવા તો કયા અધિકારીનો ભત્રીજો જેને પદયાત્રી કોને લીધા અડફેટે*

આંબાઘાટામાં હીટ એન્ડ રનની ઘટના શુક્રવારની રાત્રિના સમયે બની હતી બે યાત્રિકોને ગંભીર ઈજા પહોંચી હતી જ્યારે આ બાબતે વધુ તપાસ કરતા કારચાલક અંબાજી મંદિરના અધિકારીના ભાઈનો દીકરો હોવાનું સામે આવ્યું છે આ અધિકારી પણ છેલ્લા કેટલાય સમયથી અંબાજી મંદિરમાં સારી અને સુંદર પોસ્ટ પર બિરાજમાન છે અને કોના લાગવગથી ભત્રીજો બેફામ નશામાં ધૂત કે પછી મન ફાવે તેમ ગાડી ચલાવી જો લોકોના જીવને જોખમમાં મૂકતા હોય તો આવા ભત્રીજાની શાન ઠેકાણે લાવવા અધિકારીના ભત્રીજા સામે સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી લોક માંગ ઉઠવા પામી છે...

*રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી*