મસ્જિદ, દરગાહ અને ઇમારતોને રંગબેરંગી રોશનીથી શણગાર અપાયો.
ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મોહમ્મદ પયગંબર સાહેબ (સ.અ.વ.)ના જન્મદિવસની મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદુન્નબી તરીકે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ખેડા જિલ્લામાં અંઘાડી ખાતે મુસ્લિમ વસ્તી ધરાવતા વિસ્તારમાં આગામી નવમી ઓક્ટોબરે ઈદે મિલાદ પર્વની ઉજવણી માટે રંગબેરંગી રોશની સહિત તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે આગામી તા.૯ મી ઓક્ટોમ્બરે ઈદે મિલાદુન નબીના પર્વની ઉજવણી કરવા મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે અંઘાડી ખાતે ઈદે મિલાદના તહેવારને લઈ મસ્જિદ, દરગાહ, તેમજ ઇમારતોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી રહી છે
રિપોર્ટર: રીઝવાન દરિયાઈ
ખેડા: ગળતેશ્વર.અંઘાડી