સુરત શહેરમાં એક વર્ષ પહેલાં નોંધાયેલ સ્નેચિંગ ના ગુનામાં સંડોવાયેલ આરોપી ઝડપાયો.

મહે.પોલીસ કમિશ્નર શ્રી અજયકુમાર તોમર સાહેબ સુરત શહેર નાઓએ સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ અન-ડીટેક્ટ ગુન્હા તથા ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલ સુચના અનુસાર અધિક પોલીસ કમિશ્નર શ્રી.શરદ સિંઘલ સા.ટ્રાફીક એન્ડ ક્રાઈમ, નાયબ પો.કમિ. શ્રી રાજદિપસિંહ નકુમ સા.એસ.ઓ.જી., નાઓના માર્ગદર્શન હેઠળ તથા એસ.ઓ.જી. PI એ.પી.ચોધરી તથા PSI વી.સી.જાડેજા નાઓની સુચના મુજબ નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે.ઉપરોક્ત સુચના અંતર્ગત એસ.ઓ.જી.ના માણસો સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન ASI ઇમ્તિયાઝ ફકરૂમોહમદ તથા HC જગશીભાઇ શાંતિભાઇ નાઓને મળેલ બાતમી આધારે લસકાણા ડાયમંડનગર પાસે વોચ ગોઠવી આરોપી આશિષ લશ્કરભાઇ ભાયાણી ઉ.વ.૩૨ રહે-ફ્લેટ નં-એ-૨-૫૦૪, રોયલ ટાઉનશીપ, વાલકગામ, સરથાણા, સુરત શહેર મુળ ગામ-મોખડકા તા-પાલીતાણા જી-ભાવનગર સુરતવાળાને સ્પ્લેન્ડર મો.સા. સાથે ઝડપી પાડી તેની પાસેથી બીલ વગરનો એપલ કંપનીનો આઈ-ફોન મોબાઈલ ફોન નંગ-૧ કિ.રૂ., ૬૫,૦૦૦/- નો કબ્જે કરેલ છે.

મજકુર આરોપીની મોબાઈલ ફોન બાબતે પુછપરછ કરતા તેણે જણાવેલ કે, તેણે ઓક્ટોમ્બર/૨૦૨૧માં તેની ઉપરોક્ત મોટર સાયકલ ઉપર રોડ ઉપર જતા રાહદારી,વાહન ચાલકોના મોબાઈલ ફોનની ચીલઝડપ કરવાના ઇરાદે આંટા-ફેરા મારી રહેલ હતો. ત્યારે રાત્રીના સમયે વાલક પાટીયા બસ સ્ટેશન પાસે સર્વિસ રોડ ઉપર એક મહિલા તેના મોબાઇલથી કોઇની સાથે વાત કરતી હતી. ત્યારે તેણે તે મહિલાની નજીક મો.સા.લઈ જઈ તે મહિલાના હાથમાંથી તેના એપલ કંપનીના મોબાઈલ ફોનની ચીલ ઝડપ કરી નાસી ગયેલ હોવાની હકીકત જણાવેલ હતી. જે ચોરી બાબતે સરથાણા પોલીસ સ્ટેશનમાં મોબાઈલ સ્નેચીંગનો ગુન્હો નોંધાયેલ છે.