* જુગાર રમતા ઈસમોને‌ દહીંસરા ગામની સીમ, મોણપર જવાના રસ્તે આવેલ મહેશભાઇ રાઘવભાઇ સરસણીયા(ચૌહાણ)ની કબ્જા ભોગવટાની વાડીના રહેણાંક મકાનેથી જુગાર રમતા ઇસમોને પકડી પાડી કવોલીટી કેસ કરતી ભડલા પોલીસ.  

   રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જી.ઝાલા સાહેબ ગોંડલ વિભાગ, ગોંડલ તથા જસદણ સર્કલ પો.ઇન્સ શ્રી કે.જે.રાણા સાહેબ તરફથી આગામી સમયમાં ગુજરાત વિધાન સભાની ચુંટણી હોય જેથી, દારૂ તથા જુગારની અસામાજીક પ્રવૃતીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોય,

💫 ભાડલા પો.સ્ટે ના પો.સબ.ઈન્સ. આર.એસ.સાંકળીયા તથા પો.હેડ.કોન્સ વિજયભાઇ વેગડ તથા પો.હેડ.કોન્સ મદનસિંહ ચૌહાણ તથા પો.હેડ.કોન્સ બળદેવભાઇ સોલંકી તથા પો.કોન્સ મહાવીરભાઇ બોરીચા તથા પો.કોન્સ જીજ્ઞેશભાઇ રાજપરા તથા પો.કોન્સ લાલજીભાઇ તલસાણીયા તથા મહીલા પો.કોન્સ હેત્વીબેન દેસાઇ એમ બધા પો.સ્ટે હાજર હોય, તે દરમ્યાન પો.સબ.ઇન્સ આર.એસ.સાંકળીયા સા.ને ખાનગી રાહે હકીકત મળેલ હોય કે, દહીંસરા ગામની સીમ, મોણપર જવાના રસ્તે આવેલ મહેશભાઇ રાઘવભાઇ સરસણીયા તેઓ પોતાની કબ્જા ભોગવટાની વાડીના રહેણાંક મકાને જુગારનો અખાડો ચલાવતા હોય જે હકિકત આધારે રેઇડ કરતા જેમા આરોપી નં-૧ શૈલેષભાઇ રાણાભાઇ ગાબુ રહે, જસદણ નં-૨ મહેશભાઇ રાઘવભાઇ સરસણીયા રહે, દહીંસરા તા-જસદણ નં-૩ ભરતભાઇ ભનુભાઇ ઓતરાદી રહે, ગુંદાળા તા-ગોંડલ નં-૪ ચેતનભાઇ કાનજીભાઇ પરમાર રહે, ગુંદાળા તા-ગોંડલ નં-૫ પરસોત્તમભાઇ શામજીભાઇ ચૌહાણ રહે, કોઠી તા-જસદણ નં-૬ જયદીપભાઇ મહેશભાઇ સરીયા રહે, જસદણ નં-૭ માયબેન વા/ઓ રમેશભાઇ બાવળીયા રહે, રાજકોટ નં-૮ ઉર્મીલાબેન વા/ઓ પ્રવિણભાઇ ગોંડલીયા રહે, જસદણ નં-૯ વિલાસબેન વા/ઓ ભરતભાઇ ઓતરાદી રહે,ગુંદાળા તા-ગોંડલ નં-૧૦ મનીષાબેન હીતેશભાઇ ગઢીયા રહે, જસદણ વાળાઓ જુગાર રમતા ગંજીપતાના પાના નંગ-૧૫૬ કિંમત રૂ-૦૦/૦૦, મોબાઇલ ફોન નંગ-૧૦ કિંમત રૂ,૧,૧૨,૫૦૦/-, મોટર સાયકલ નંગ-૩ કિં.રૂ,૭૦,૦૦૦/-, ફોર વ્હીલર કાર નંગ-૧ કિંમત રૂ-૧,૫૦,૦૦૦/-તથા રોકડ રકમ-૬૨,૫૦૦/-એમ કુલ મુદામાલ કિ.રૂ-૩,૯૫,૦૦૦/-સાથે મળી આવતા જુ.ધા. કલમ-૪-૫ મુજબ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.   

💫કામગીરી કરનાર ટીમ 

પો.સબ.ઈન્સ. આર.એસ.સાંકળીયા 

પો.હેડ.કોન્સ વિજયભાઇ વેગડ

પો.હેડ.કોન્સ મદનસિંહ ચૌહાણ

પો.હેડ.કોન્સ બળદેવભાઇ સોલંકી 

પો.કોન્સ મહાવીરભાઇ બોરીચા 

પો.કોન્સ જીજ્ઞેશભાઇ રાજપરા 

પો.કોન્સ લાલજીભાઇ તલસાણીયા 

પો.કોન્સ હેત્વીબેન દેસાઇ