માહી ગ્રુપના સભ્યોના જન્મદિવસની ઉજવણી સેવાકાર્યો દ્વારા થતી હોય છે ત્યારે  માહી ગ્રુપના સેવાભાવી સભ્ય વિશાલભાઈ શાહ પોરબંદર(હાલ બોમ્બે નિવાસી) ના જન્મદિવસ નિમિત્તે સેવાકાર્યોના આયોજન કરવામાં આવેલ જેમાં ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ગાયમાતાને ઘાસચારાનું વિતરણ, કબૂતરોને ચણ, શ્વાનને બિસ્કિટ અને દૂધ, કીડીને કીડીયારુ, માછલીઓને ભોજન તેમજ કડિયા પ્લોટ ઝુંડાળા ખાતે ભરતભાઈની ગૌશાળાએ લંપીગ્રસ્ત ગાયમાતા માટે ખાસ સ્પેશિયલ આયુર્વેદિક લાડવાનું વિતરણ પણ કરવામાં આવેલ
તેમજ સાધુ-સંતોને અને શ્રમજીવી લોકોને નાસ્તાનું વિતરણ તેમજ નાના ભૂલકાઓને ચોકલેટ, બિસ્કીટ, કેકનું વિતરણ પણ કરવામાં આવેલ,
તેમજ ગાંધીઆશ્રમના દિવ્યાંગ બાળકોને મિષ્ટાન ફરસાણની ભોજન પ્રસાદીનું આયોજન કરી અને જન્મદિવસની અનોખી ઉજવણી પશુ પક્ષીઓથી લઇ અને માનવીઓ સુધીના સેવાકાર્યો ના આયોજન કરી કરવામાં આવેલ.

ઉપરોક્ત સેવાકાર્યોમાં માહી ગ્રુપના પ્રમુખ કમલભાઈ ગોસલીયા, સેક્રેટરી ગજેન્દ્રભાઈ વ્યાસ, સભ્ય કારાભાઈ પાંડવ, મોહનભાઈ ઓડેદરા, દિનેશભાઈ ચામડીયા, મિલનભાઈ પરમાર, હરેન્દ્રભાઈ હાડા, વગેરે સભ્યો મિત્રો જોડાયા હતા અને વિશાલભાઈ ના દીર્ઘાયું આયુષ્ય અને તંદુરસ્તી માટે પ્રાર્થના કરેલ તેમજ જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ પણ પાઠવી હતી