સુરત શહેરના ઉમરપાડા ખાતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા પડતર માંગણી અંગે ન્યાય રેલી કાઢવામાં આવી.

ઉમરપાડા ખાતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા પડતર માંગણી અંગે ન્યાયરેલી કાઢવામાં આવી

ઉમરપાડા ખાતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા પડતર માંગણી તેમજ સમાજના પ્રશ્નો અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પરંતુ સરકાર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી સમસ્ત આદિવાસી સમાજ તરફથી પડતર માંગણી અંગે ઉમરપાડા બસ સ્ટેશનથી મામલતદાર કચેરી સુધી ન્યાય રેલી યોજી મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું.

પ્રાપ્ત માહિતી અનુસાર ઉમરપાડા તાલુકામાં સમસ્ત આદિવાસી સમાજ દ્વારા સમાજના પ્રશ્નો , પડતર માંગણી અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પરંતુ સરકારી તંત્ર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી ખૂબ જ મોટી સંખ્યામાં સમગ્ર આદિવાસી સમાજ ફરી એકત્ર થઈ સમાજની એકતા દર્શાવી હતી. આદિવાસી સમાજ ના ખોટા પ્રમાણપત્ર લેનારા તેમજ આપનારા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી , આર. & બી ની એન્જિનિયર ક્લાસ ૨ ની ભરતી પ્રક્રિયામાં કુલ. ૭૭ સીટમાંથી એસ. ટી માટે એક પણ સીટ ફડવામાં આંવી ના હતી તેથી ફરીથી ભરતી પ્રક્રિયા થાય, પી. એસ. આઇ રતિલાલ ભાઈ વસાવા ને જલ્દી ન્યાય આપવામાં આવે તેમજ ફરીથી તાત્કાલિક નિમણુક કરવામાં આવે, સોનગઢ તાલુકાના બોરદા ગામે ખેતી કરતા આદિવાસી પરિવારને માર મારી તેમના કાચા ઘર સળગાવી દેવામાં આવ્યા હતા, હાલમાં ઉમરપાડા વનરાજ હાઇ સ્કૂલ ખાતે આદિવાસી વિદ્યાર્થીને ભરવાડ સમાજના ૬ થી ૮ વિદ્યાર્થીઓએ માર મારી આદિવાસી સમાજ માટે જાતિ વિષયક ટિપ્પણી કરી હતી , વાડવા ગામના સ્વ. સંજયભાઈ રમેશભાઈ વસાવા ને ન્યાય મેળવવા બાબત આમ આદિવાસી સમાજની પડતર માંગણીઓ સંદર્ભે ન્યાય મેળવવા માટે ખૂબ મોટી સંખ્યામાં પક્ષ, પાર્ટી સાઇડ પર મૂકી સમસ્ત આદિવાસી સમાજ એક થઈ આદિવાસી સમાજની એકતા દર્શાવતી ન્યયરેલી કાઢી હતી.