સુરત જિલ્લા LCBપોલીસે પલસાણા પોલીસ સ્ટેશનનાં મારામારીનાં ગુનામાં સંડોવાયેલો આરોપીને ઝડપી પાડ્યો હતો.

સુરત જિલ્લા એલ. સી. બી પોલીસે પલસાણા પોલીસ સ્ટેશનનાં મારામારીનાં ગુનામાં 6 મહિનાથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો. પલસાણા તાલુકાના દસ્તાન ગામની સીમમાંથી રીઢા આરોપીને ઝડપી પાડી પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિઈ મુજબ પલસાણા પોલીસ મથકે 6 મહિના અગાઉ મારામારીનો ગુનો નોંધાયો હતો. જે ગુનાનાં કામનો વોન્ટેડ આરોપી દસ્તાન ગામ ઉમા વિહાર સોસાયટીના મકાન નંબર- 107માં રહેતો ગૌરવ રુદ્રનાથ તિવારી કે જે દસ્તાન ફાટક પાસે ઉભેલ છે. જેણે શરીરે હળદીયા કલરનું આખી બાયનું શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે. જેવી ચોક્કસ બાતમી સુરત જિલ્લા એલ. સી. બી પોલીસને મળતા પોલીસે સ્થળ પર રેડ કરી હતી. અને મારામારીના ગુનાના વોન્ટેડ આરોપી ગૌરવ તીવારીની અટક કરી હતી. અને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.