સુરત શહેરના ખેડૂત આગેવાને વિશ્વ કપાસ દિવસ નિમિત્તે આપી મીડિયા સમક્ષ માહિતી.
સઆજે વિશ્વ કપાસ દિવસ પર સુરત જિલ્લા સહકારી નેતા જયેશ પટેલ એ જણાવ્યું હતું કે 7મી ઓક્ટોબર ના રોજ ઉજવાય છે વિશ્વ કપાસ દિવસ, ભારત દેશ કપાસ ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે, વિશ્વને શંકર કપાસ ની ભેટ ભારતે આપી.
સુરત અઠવા વિસ્તારમાં સ્થિત નવસારી કૃષિ યુનિવર્સિટી એ સંશોધન કરી વિશ્વ ને શંકર કપાસ ની ભેટ આપી, ભારત માં કપાસ નું 3 કરોડ 50 લાખ ગાંસડી નું ઉત્પાદન થાય છે, ગુજરાતમાં 90 લાખ ગાંસડી કપાસ નું ઉત્પાદન થાય છે, કપાસ ના પાક થી ગુજરાત ના ખેડૂતો 90 હજાર કરોડ રૂપિયા આવક. પેટે મેળવે છે, ગુજરાત ના ખેડૂતો નો મુખ્ય પાક કપાસ છે.