અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિંમકરસિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં બનતા શરીર સંબંધી તથા અપહરણ / પોકસો ના ગુન્હા આચરી અને અન્ય જીલ્લામાં નાસી જનાર આરોપીઓને સત્વરે પકડી પાડવા સુચના આપેલ હોય , જે અન્વયે શ્રી.એચ.બી.વોરા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક સાહેબ સાવરકુંડલા વિભાગ સાવરકુંડલા નાઓએ આ અંગે અપહરણ / પોકસોના ગુન્હાના આરોપીઓ અંગે તપાસ કરી અને સત્વરે પકડી પાડી ગુન્હાનો નીકાલ કરવા સારૂ જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે શ્રી.કે.સી.રાઠવા સાહેબ સર્કલ પોલીસ ઇન્સ્પેકટર ધારી સર્કલ ધારી તથા શ્રી પી.બી.લકકડ સાહેબ પોલીસ સબ ઇન્સ્પેકટર ધારી પોલીસ સ્ટેશન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ ધારી પોલીસ ટીમ દ્વારા ધારી પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ એ.પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૧૮૨૨૦૬૧૮ / ૨૦૨૨ આઇ.પી.સી.કલમ ૩૬૩,૩૬૬ , તથા પોકસો એકટ કલમ ૧૮ મુજબના કામના આરોપી સદરહું ગુન્હાના કામના ફરીયાદીના સગીરવયની દિકરીને લલચાવી ફોસલાવી અને બદકામ કરવાના ઇરાદે પોતાની સાથે સુરત જીલ્લા ખાતે ભગાડી લઇ ગયેલ હોય જેની તપાસ કરી અને સુરત ખાતેથી પકડી પાડી અને ઉપરોકત ગુન્હાના કામે ધોરણસર અટક કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે . ગુન્હામાં પકડાયેલ આરોપીની વિગત : ( ૧ ) કુતિકભાઇ લાલજીભાઇ કોશીયા ઉવ .૨૪ ધંધો : -હિરાધસવાનો રહે.હાલ સુરત સી -૬૦૪ , સીવાંત એન્ટીલા , મહારાજા ફાર્મની નજીક ભવાની હાઇટસ મોટા વરાછા સુરત તા.જી.સુરત મુળ રહે.પાંચટોબરા તા.ગારીયાધાર જી.ભાવનગર આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ નાઓની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી એચ.બી.વોરા સાહેબ તથા શ્રી.કે.સી.રાઠવા સાહેબ સર્કલ ઇન્સપેકટર ધારી સર્કલ ધારી નાઓના સીધા માર્ગદર્શન હેઠળ શ્રી.પી.બી.લકકડ પોલીસ સબ ઇન્સ્પેકટર ધારી પોલીસ સ્ટેશન નાઓ તથા ધારી પોલીસ ટીમે કરેલ છે . રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.