પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજરોજ રાષ્ટ્રીય કાર્યકારીણી યુવા મોરચા સદસ્ય દેવકિશન મારૂના અધ્યક્ષસ્થાને જિલ્લા યુવા મોરચાની બેઠક યોજાઇ હતી.જેમાં આગામી સમયમાં પાટણ જિલ્લામાં આવનાર ગૌરવયાત્રા તેમજ આગામી વિધાનસભાની ચૂંટણી અને યુવા મોરચા દ્વારા કરવાની વિવિધ કામગીરીના આયોજનના ભાગરૂપે બેઠક યોજાઇ હતી.ગુજરાત વિધાનસભાની 

ચૂંટણીમાં યુવા મોરચાએ સવિશેષ કામગીરી કરવી પડશે વધુમાં વધુ યુવા મતદારો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય તે માટે ભાજપના યુવા કાર્યકરોએ યુવાનો વચ્ચે જવું પડશે અને મોદીજી નું વિઝન યુવાનો સમક્ષ મૂકવું પડશે તેવું રાષ્ટ્રીય સદસ્યએ જણાવ્યું હતું.આ બેઠકમાં યુવા મોરચા પ્રદેશ ઉપાધ્યક્ષ નરેશ ઠાકોર,કૌશલ જોષી,વ્રજ પટેલ,ડો મયંક બારોટ,વિવેક પટેલ, કીશન દેસાઈ,પાર્થ પટેલ સહિત જિલ્લાના 14 મંડળના પ્રમુખ, મહામંત્રી સહિતના હોદેદારો અને અપેક્ષિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.