ગુનાની વિગત-*ગઇ તા.૦૩/૧૦/૨૦૨૨ ના કલાક-૧૨/૦૦ થી કલાક-૧૩/૦૦ વાગ્યા દરમ્યાન રાજુલા, એસ.ટી બસ સ્ટેશનમાંથી રાજુલા ખાંભા રૂટની બસમાં ચડતી વખતે કોઇ અજાણ્યો ચોર ઇસમ ફરીયાદીના ખીસ્સામાંથી ભીડનો
લાભ લઇ સેમસંગ કંપનીનો વાદળી કલરનો A03S એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૭,૫૦૦/-નો ચોરી લઇ ગયેલ હોય જે અંગે ભગવાનભાઇ રાણાભાઇ સાવલીયા રહે.નેસડી-૨ તા.ખાંભાનાઓએ *સીટીઝન પોર્ટલમાં ’’E-FIR’’ દાખલ કરેલ* જે અંગે અજાણ્યા આરોપી વિરૂધ્ધ રાજુલા પો.સ્ટે, એ-પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૫૦૨૨૦ ૮૭૧/૨૦૨૨ આઇ.પી.સી. કલમ-૩૭૯ મુજબનો ગુનો રજીસ્ટર થયેલ હતો. સદર ગુનાની આગળની તપાસ બી.એમ.વાળા, અનાર્મ હેડ કોન્સ.,રાજુલા પો.સ્ટેનાઓ ચલાવી રહેલ હતા.
ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબ સાવરકુંડલા વિભાગનાઓએ મિલ્કત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાં અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું.
જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.દેસાઇનાઓની રાહબરી હેઠળ ગઇ તા.૦૩/૧૦/૨૨નાં રોજ ઉપરોક્ત ગુનાને અંજામ આપી નાસી ગયેલ આરોપીની તપાસ કરનાર શ્રી બી.એમ.વાળા, અનાર્મ હેડ કોન્સ.નાઓએ ચોરી થયેલ સ્થળ નજીકના સી.સી.ટી.વી કેમરાના ફુટેઝ તેમજ ખાનગી બાતમીદારો મારફતે આરોપી અંગે ચોકકસ બાતમી મેળવી, ઉપરોક્ત ચોરીના ગુનાને અંજામ આપનાર આરોપીને ચોરીમાં ગયેલ મોબાઇલ તથા અન્ય ત્રણ મોબાઇલ મળી કુલ-૦૪ મોબાઇલ સાથે ગણતરીની કલાકોમાં પકડી પાડી મોબાઇલ ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલેલ છે.
*પકડાયેલ આરોપીની વિગત-*
(૧) દિલીપભાઇ ઉર્ફે ’’ગલીડો’’ મોહનભાઇ ચુડાસમા ઉ.વ.૨૧ ધંધો.મજુરી રહે.તા.રાજુલા તત્વ જયોતિ વિસ્તાર
*કબ્જે કરેલ મુદામાલ-*
(૧)SAMSUNG કંપનીનો મોબાઇલ ફોન, IMEI નં.354586
855182218 તથા IMEI નં.358630785182215, બ્લુ કલરની બોડીવાળો કિ.રૂ.૭,૫૦૦/-
(૨) OPPO કંપનીનો મોબાઇલ ફોન, IMEI નં.863120042087256 તથા IMEI નં. 8631200420
87249 બ્લુ કલરની બોડીવાળો, જેની કિ.રૂ.૫,૦૦૦/-
(૩) OPPO કંપનીનો મોબાઇલ ફોન, બ્લેક કલરની બોડીવાળો બંધ હાલતમાં, જેની કિ.રૂ.૫,૦૦૦/-
(૪) MI કંપનીનો મોબાઇલ ફોન, સફેદ કલરની બોડીવાળો બંધ હાલતમાં, જેની કિ.રૂ.૩,૦૦૦/-
*શોધાયેલ ગુન્હાઓ-*
રાજુલા પો.સ્ટે ગુ.ર.નં.-
૧૧૧૯૩૦૫૦૨૨૦૮૭૧/૨૦૨૨ આઇ.પી.સી. કલમ-૩૭૯ મુજબ
*પકડાયેલ આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ*
આરોપી અગાઉ રાજુલા પો.સ્ટે ગુ.ર.નં.-૧૧૧૯૩૦૫૦૨૨૦૫૫૦/૨૦૨૨ આઇ.પી.સી. કલમ-૩૭૯ મુજબના ગુન્હામાં પકડાયેલ છે.
આ કામગીરી *અમરેલી પોલીસ* *અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ*તેમજ નાયબ પોલીસ* *અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબ* *સાવરકુંડલા* વિભાગનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર શ્રી એ.એમ.દેસાઇ તથા પો.સબ.ઇન્સ શ્રી એ.એમ.રાધનપરા તથા ટાઉન બીટ ઇન્ચાર્જ બી.એમ.વાળા, અનાર્મ હેડ કોન્સ તથા હેઙ.કોન્સ મુકેશભાઇ પરશોતમભાઇ ગાજીપરા તથા સર્વેલન્સ સ્કોડના હેઙ.કોન્સ ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા રાજુુલા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર.ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.