દિઓદર દોશી પરિવારના ભીલડીયાજી તીર્થના છ'રિ પાલિત સંઘમાં દીઓદર નગરે પૂજ્ય આચાર્ય ભગવંતોનો ભવ્ય સામૈયા સહ પ્રવેશ દિયોદર નગરે ડહેલાના સમુદાયના પૂજ્ય આચાર્યશ્રી જગ્યચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પૂજ્ય આચાર્યશ્રી કલ્પયશસૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિઠાણાનું આજ રોજ ભવ્ય સામૈયું કરવામાં આવેલ. પૂજ્યશ્રીની નિશ્રામાં દોશી ચંદુબેન બાપુલાલ હસ્તે ચંદ્રીકાબેન જયંતિલાલ દોશી પરિવાર દ્વારા દીઓદર થી ભીલડીયાજી તીર્થનો છ’રિ પાલીત સંઘ યોજાનાર છે. તા.૨૪ ના રોજ વારાહીના શાંતિનાથ દાદા તેમજ પૂજ્ય ગુરૂભગવંતોનું પ્રગતિનગર સોસાયટી મધ્યે ભવ્ય સામૈયા સહ પ્રવેશ થયેલ બાદમાં પૂજ્યશ્રીએ માંગલિક પ્રવચન આપેલ રૂા.૨૦ ની પ્રભાવના થયેલ. સૌએ શાંતિનાથ દાદાની સેવા પૂજા કરેલ.બાદમાં ભવ્ય સામૈયા સહ દીઓદર નગરે પરમાત્મા શાંતિનાથ દાદાને બગીમાં બેસાડી તથા ગુરૂભગવંતોનો નગર પ્રવેશ થયેલ. બાદમાં પૂજ્ય ગુરૂભગવંતે છરિ પાલીત સંધના આયોજક માતૃશ્રી ચંદુબેન બાપુલાલ દોશી પરિવારના ઘેર પગલાં કરેલ. ત્યારબાદ પૂજ્યશ્રી ઉભા કરાયેલા રંગમંડપમાં પધારતાં ત્યાં ગુરૂવંદના થયેલ બાદમાં પાંજરાપોળના પ્રમુખ કનુભાઈ દોશી તથા જૈનસંઘના પ્રમુખ રમણીકલાલ ડી.શાહે સૌને આવકારેલ બાદમાં ઉપસ્થિત મહાનુભાવો તથા ટ્રસ્ટીઓ દ્વારા દીપ પ્રાયદ્ઘ કરવામાં આવેલ.બાદમાં બનાસકાંઠા એસ.પી.સી.એ.ના ઉપ પ્રમુખ અને છ’રિ પાલિત સંઘના આયોજક જયંતિલાલ બી.દોશીએ એમના ઉદગારો રજુ કરેલ. આ પ્રસંગે એનીમલ વેલ્ફેર બોર્ડના ગીરીશભાઈ શાહ પધારતાં તેઓએ ગુરૂજીના આર્શીવાદ મેળવેલ. આ પ્રસંગે પૂજ્ય આચાર્યશ્રી જગચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ જીવદયાને મહત્વ આપવા સૌને પ્રેરણા કરેલ. અને છ’રિ પાલિત સંઘનું મહત્વ સમજાવેલ. આ પ્રસંગે સંતો પધારતાં તેમનું સન્માન થયેલ. પૂજ્ય મૂનિરાજશ્રી હીરહર્ષ વિજયજી મ.સા.(સંસારી હસુભાઈ દોશી) એ સૌને જીવદયાના ઉત્કૃષ્ટ કાર્યો કરવા પ્રેરણા આપેલ.બાદમાં તમામ સંતો મહંતોનું સન્માન સંઘવી પરિવાર દ્વારા કરવામાં આવેલ. બાદમાં બનાસકાંઠા જીલ્લા ગૌશાળા-પાંજરાપોળ ના ટ્રસ્ટીઓનો સન્માન સમારોહ યોજાયેલ. જેને ગીરીશભાઈ શાહે સંબંધિત ઉપયોગી માહિતી આપેલ. સંતો-મહંતો દ્વારા સંધવી જયંતિભાઈ દોશીનું સન્માન કરાયેલ. તા.૨૫ના રોજ શુભ મુહુતૅ પૂજ્યશ્રીની નિશ્રામાં છ’રિ પાલીત સંઘનું પ્રયાણ થશે. જે રૈયા મુકામે પહોંચશે. રૈયા હાઈસ્કુલના પટાંગણમાં પડાવ થશે. તા.૨૭ ના રોજ ભીલડીયાજી તીર્થ મધ્યે ભવ્ય સામૈયા સહ સંઘનો પ્રવેશ થશે. ત્યાં મહાપૂજા, ભાવનાની રમઝટ આદિ થશે, દીઓદર જૈનસંઘમાં અનેરો આનંદોત્સવ છવાયો છે. દીઓદર જૈનસંઘ દોશી પરિવાર દ્વારા છ'રિ પાલીતસંધને યાદગાર બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.