પૂર્વગૃહમંત્રી વિપુલ ચૌધરી સામે દાખલ થયેલા સાગરદાણ કેસમાં ગુરુવારના રોજ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ મહેસાણાની કોર્ટમાં હાજર રહીને પોતાની જુબાની આપી હતી. એનડીડીબીના ચેરમેન બનાવવા માટેની પોતાના ભલામણ પત્રો આપનાર બંને નેતાઓને કોર્ટે સાક્ષી તરીકે હાજર રહેવા માટે સમન્સ પાઠવ્યું હતું.
દૂધસાગર ડેરીના ચેરમેન તરીકેના કાર્યકાળ દરમિયાન પૂર્વ મંત્રી વિપુલ ચૌધરીએ 22 કરોડનો ખર્ચ કરીને દુષ્કાળ સમયે મહારાષ્ટ્રમાં આપેલા સાગરદાણ મામલે દાખલ થયેલી ફરિયાદ બાદ સમગ્ર કેસ મહેસાણાની કોર્ટમાં ચાલવા પર છે. ત્યારે વિપુલ ચૌધરીને એનડીડીબીના ચેરમેન બનાવવા માટેની પોતાના ભલામણ પત્રો આપનાર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાને સાક્ષી તરીકે હાજર રહેવા માટે કોર્ટ દ્વારા પાઠવવામાં આવેલા સમન્સને પગલે ગુરૂવારે 6 ઓક્ટોબરે બંને નેતાઓ મહેસાણાની કોર્ટમાં ગેસ્ટ ઓફ કોર્ટ કોર્ટના મહેમાન તરીકે હાજર રહીને પોતે ભલામણ કરી હતી. 2013ના વર્ષ દરમિયાન કૃષિપ્રધાન શરદ પવારને લખેલ ભલામણ પત્રની નકલને ઓળખી પણ બતાવી હતી. સાગરદાણ કૌભાંડના આ સમગ્ર કેસમાં 32 સાક્ષીઓને તપાસવામાં આવ્યા છે અને ગુરુવારના રોજ ફરિયાદી પક્ષે પુરાવા રજૂ કરવાની તમામ પ્રક્રિયા પૂરી કરી હતી.
સાગરદાણ આ કેસમાં કોર્ટ દ્વારા મુખ્ય વિપુલ ચૌધરી સહિતના તમામ આરોપીઓને ફરધર સ્ટેટમેન્ટ લેવા માટે આગામી 19 ઓક્ટોબરના રોજ હાજર રહેવા માટેની સૂચના આપવામાં આવી છે. જેમાં વિપુલ ચૌધરીને જેલમાંથી કોર્ટમાં હાજર કરવામાં આવશે સમગ્ર કેસ ચાલવા પર છે. ત્યારે ટૂંક સમયમાં આ કેસનો ચુકાદો પણ આવી શકે છે
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ મહેસાણામાં યોજાયેલી "સાક્ષી હુંકાર મહાસભા"માં, ધારાસભ્ય ડો.સી.જે. ચાવડા, બળદેવજી ઠાકોર, રઘુ દેસાઈ, ચંદનજી ઠાકોર અને અન્ય આગેવાનોએ રાજ્યની સહકારી સંસ્થાઓને ભાજપની ઈજારાશાહીમાંથી મુક્ત કરવા હાકલ કરી હતી.