ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં મોંઘવારીનો વધુ એક ફટકો સામાન્ય જનતાને પડ્યો છે. CNGના ભાવમાંવધારો થતા સામાન્ય માણસની મુશ્કેલીમાં વધારો થયો છે. ફરી એક વખત અદાણી CNGના ભાવમાં વધારો થયો છે.અદાણી CNG ના ભાવમાં એક રૂપિયા 99 પૈસાનો વધારો થયો છે.અદાણી સીએનજીનો જૂનો ભાવ 93.90 રૂપિયા હતો, નવો ભાવ 85.89 રૂપિયા થયો છે. આ ભાવ વધારાથી સામાન્ય જનતાના ખિસ્સા પર ભારણ વધુ પડશે.

1 રુપિયા અને 99 પૈસાનો વધારો
જૂનો ભાવ 83.90 હતો અને નવો ભાવ 85.89 થયોમોંઘવારીના ખપ્પરમાં સામાન્ય જનતા હોમાઈ રહી છે. પેટ્રોલ- ડીઝલ અને lpgમાં ભાવ વધારાને કારણે મોંઘવારીનો ડંખ વધુ ઘાતક બન્યો છે. લોકોના ખિસ્સા વધુ ખાલી થયા છે. ઉલ્લેખનીય છે કે CNGના ભાવ વધારાને કારણે તેની અસર અન્ય ચીજવસ્તુઓ પર પણ જલ્દી દેખાશે તેવી અટકળો વધી રહી છે. શાકભાજીના ભાવોમાં પણ વધારો થયો છે. આ મોંઘવારીએ સામાન્ય માણસની કમર તોડી નાખી છે,પાંચ રાજ્યોની ચૂંટણી પછી સામાન્ય જીવન જરૂરિયાત વસ્તુઓના ભાવમાં વધારો થયો છે.