માહી ગ્રુપના સભ્યો દ્વારા નવરાત્રિના પાવનપર્વ દરમિયાન દરરોજ વિવિધ સેવાકાર્યના આયોજન કરવામાં આવ્યા હતા
માહી ગ્રુપના સભ્યો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીના પાવન પર્વ દરમિયાન વિવિધ સેવાકાર્યોના આયોજન કરવામાં આવ્યા હતા જેમાં નવરાત્રીના નવે નવ દિવસ સુધી ઈદ્રેશ્વર મહાદેવ મંદિરે ગાયમાતાને ઘાસચારાનું વિતરણ, કબૂતરોને ચણ, શ્વાનને, બિસ્કિટ અને દૂધ, કીડીને કીડીયારુ,માછલીઓને ભોજન તેમજ અલગ અલગ ગૌશાળાઓમાં ગાયમાતાને ઘાસચારાનું વિતરણ, જરૂરિયાતમંદ લોકોને નાસ્તા નું વિતરણ, દિવ્યાંગ બાળકોને ફરસાણ મિષ્ટાનની ભોજન પ્રસાદીનું આયોજન, સ્લમ વિસ્તારના બાળકોને અને શ્રમજીવી લોકોને આઈસક્રીમનું વિતરણ, તેમજ શરીરનાના કોઈપણ દુખાવા માટેના કેમ્પનુ આયોજન, સહિત અનેક સેવાકાર્યોના આયોજન કરવામાં આવ્યા હતા..
ઉપરોક્ત સેવાકાર્યોના આયોજન માહી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ઘનશ્યામભાઈ મહેતા, રાજભાઈ મોઢા, સુરેનભાઈ અમલાણી, પરાગભાઈ લાખાણીના સહયોગથી રાખેલ.
ઉપરોક્ત સેવાકાર્યમાં માહી ગ્રુપના પ્રમુખ કમલભાઈ ગોસલીયા, સેક્રેટરી ગજેન્દ્રભાઈ વ્યાસ, જોઈન્ટ સેક્રેટરી વિજયભાઈ લુક્કા, ખજાનચી અમિતભાઈ ઠકરાર, સોશિયલ મીડિયા ઇન્ચાર્જ મિલનભાઈ બામણીયા, ટ્રસ્ટી ઘનશ્યામભાઈ મહેતા, અશોકભાઈ ભાદ્રેચા, સભ્ય હરેન્દ્રભાઈ હાડા, હરીશભાઈ કિશોર, મહેશભાઈ ભાયાણી, કારાભાઈ પાંડવ, જયેશભાઈ પાઉ, મોહનભાઈ ઓડેદરા, મિલનભાઈ પરમાર, પરાગભાઈ લાખાણી, અજયભાઈ મોનાણી, દિનેશભાઈ ચામડીયા, નાથાભાઈ ઓડેદરા,દેવ ગોસલીયા,ઈશા ભાયાણી, કોમલબેન ગોસલીયા, દક્ષાબેન ભાદ્રેચા,વગેરે સભ્યમિત્રો જોડાયા હતા અને સેવાકાર્યોનો લાભ લીધો હતો.