નશાબંધી સપ્તાહ ૨૦૨૨ અંતર્ગત એસ.ટી બસસ્ટેન્ડ તેમજ વિવિધ જાહેર સ્થળો પર નશાબંધી પ્રચાર પત્રિકા વિતરણ કરી તેમજ એસ.ટી બસોમાં નશાબંધી પ્રચાર સ્ટિકરો લગાવાનો જનજાગૃતિનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.
નશાબંધી પ્રસાર-પ્રચાર અર્થે પોરબંદરના એસ.ટી બસસ્ટેન્ડ, હોસ્પિટલો,મંદીરોમાં કે જ્યા જાહેર સ્થળો ઉપર નશાબંધી વિષયક જાગૃતતા આવે તેવા ઉદેશ્યથી નશાબંધીની પ્રસાર પત્રિકા વિતરણ કરી નશાબંધી વિષયક સ્ટીકરો ચોટાડી અને નશાબંધી જાહેર પ્રદર્શન કરવામાં આવ્યુ અને લોકોને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો કે, વ્યસનથી સમાજમાં કેવી રીતે આર્થિક/સામાજીક તેમજ આરોગ્ય નુકસાન થાય જે માહિતી આપી તેમજ જણાવ્યુ કે, તમારી આસ-પાસ ક્યાય દારૂ,ડ્રગ્સ,ગાંજા જેવી વસ્તુનું વેચાણ થતુ હોય તો તાત્કાલીક નજીકના પોલીસ સ્ટેશનો સંપર્ક કરી માહિતી આપવી આ ટેક્નોલોજી ના યુગમાં મોબાઇલ દ્રારા પણ ટોલ ફ્રી નંબર ૧૦૦ અથવા ૧૪૪૦૫ પર કોલ કરી આવી બિન અધિકૃત વસ્તુઓની જાણ કરી ખરા અર્થે સમાજ સેવા કરી શકો છો, તેમજ ગુજરાત સરકાર દ્રારા નશાબંધી વિષયક જે નવા કાયદાઓ અમલમાં છે. તે બાબતે જાગૃત કરી તેમજ આજનો યુવા વર્ગ પાન,તમાકુ,માવા ખાઇને જ્યા-ત્યા જાહેર સ્થળ પર થુકે (પિચકારી) મારે તો તેવા લોકોને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, કે શા માટે આવું કરો છો, દેશની સંપત્તિને નુકશાન કરી આમ લોકોને તકલીફ પડે તેવું કાર્ય કરો છો, અને સ્વચ્છતા બાબતે જાગૃત કરીયા, અને જાહેર લોકોએ અમોને પ્રોમીસ આપ્યુ કે, અમો સખત નશાબંધી માટે ટેકનોલોજીથી મદદ કરશું, આમ નશાબંધી પ્રસાર દરમ્યાન એસ.ટી,હોસ્પિટલો,મંદિરો તેમજ જાહેર સ્થળ પર સ્થાનિક સ્ટાફ દ્રારા અમોને પુરે પરો સહયોગ આપ્યો.
આ કાર્યક્રમાં નશાબંધી અધીક્ષક પી.આર ગોહિલસાહેબ તેમજ નશાબંધી સ્ટાફ બી.જે કરમટા તેમજ તમામ સ્ટાફગણ ઉપસ્થિત રહયો અને કાર્યક્રમ સફળ રહેવા પામ્યો.