ગીર સોમનાથ જિલ્લામાં પીસીપીએનડીટી એક્ટ હેઠળ હોસ્પિટલની આકસ્મિક તપાસ કરાઈ

-----------

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.એચ.એચ.ભાયાના સૂચન અન્વયે રેકર્ડ રજીસ્ટર્સ, ભ્રુણ પરીક્ષણ, સોનોગ્રાફી મશિન ચેકિંગ વગેરે કાયદાકિય બાબતોની થઈ તપાસ

----------

ગીર સોમનાથ, તા. ૪: ગીર સોમનાથ જિલ્લામાં પીસીપીએનડીટી એક્ટ હેઠળ નોંધાયેલ હોસ્પિટલોની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.એચ.એચ.ભાયાના સૂચન અન્વયે શ્રી મારુતિનંદન હોસ્પિટલ, વઘાસીયા હોસ્પિટલ અને શિવમ હોસ્પિટલનું ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું.

            અત્રે ઉલ્લેખનીય છે કે, દીકરી જન્મને વધાવવા માટે સરકારશ્રી દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવે છે અને દીકરીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. જે અનુસંધાને સ્ત્રી ભ્રુણ અટકાયતી કાયદો પીસીપીએનડીટી એકટ હેઠળ તા.૦૩/૧૦/૨૦૨૨ના રોજ જિલ્લામાં પીસી પીએનડીટી સેલના નોડલ ઓફિસર શ્રી ડો.એ.બી.ચૌધરી અને ડિસ્ટ્રીકટ પ્રો.આસી. યોગેશ કીંદરખેડીયા દ્વારા તાલાલા(ગીર)ની હોસ્પિટલોની આકસ્મિક ચકાસણી કરવામાં આવી હતી.

આ ચકાસણી હેઠળ શ્રી મારુતિનંદન હોસ્પિટલ, વઘાસીયા હોસ્પિટલ અને શિવમ હોસ્પિટલનું ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. જેમાં પીસી પીએનડીટી એક્ટના નિયમોનુસાર નિભાવવાના થતા રેકર્ડ રજીસ્ટરો, ફોર્મ-એફ, સોનોગ્રાફી મશીન ચેકિંગ, ભ્રુણ પરીક્ષણ અંગેનું બોર્ડ તેમજ અન્ય કાયદાને લગતી વિગતોની સઘન તપાસ કરવામાં આવી હતી આ સાથે જ હોસ્પિટલના ડોક્ટર્સને ભ્રુણ પરીક્ષણ અંગે કાયદાનું ચુસ્ત પાલન કરવા તેમજ પોતાની હોસ્પિટલના પીસી પીએનડીટી કાયદા હેઠળ નિભાવવાના થતા તમામ રેકર્ડમાં કોઈ ક્ષતિ ન રહે તે અંગે સૂચનો આપવામાં આવ્યાં હતાં.