સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમરેલી ફોન નં .૦૨૭૯૨ ૨૩૨૭૬૬ શ્રી અશોકકુમાર યાદવ સાહેબ , પોલીસ મહાનિરિક્ષકશ્રી ભાવનગર વિભાગ , ભાવનગરનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ દ્વારા અમરેલી જીલ્લામાં મિલ્કત સંબંધીત તથા સાયબર ક્રાઇમ સબંધીત ગુન્હાઓના આરોપીઓને પકડી પાડવા જરૂરી સુચનાઓ આપેલ હોય , જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહીત પ્રવૃતિ કરતા ઇસમોને ઝડપી પાડવા શ્રી જે.પી.ભંડારી , નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ , અમરેલીનાઓના માર્ગદર્શન હેઠળ શ્રી સી . એસ.કુંગસીયા પોલીસ ઇન્સપેક્ટર સાયબર ક્રાઇમ પો.સ્ટે . અમરેલીની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ જે અંતર્ગત સાયબર ક્રાઇમ પો.સ્ટે અમરેલી પાર્ટ - બી ગુ.ર.નં. - ૧૧૧૯૩૦૬૩૨૨૦૦૦૪ / ૨૦૨૨ આઇ.ટી. એક્ટ ૬. ૬૬ ( ઇ ) , ૬૭ મુજબનો ગુન્હો તા .૨૩ / ૦૯ / ૨૦૨૨ ના ક .૧૧ / ૦૦ થી ૧૧/૩૮ વાગ્યે બનવા પામેલ તથા સદરહુ ગુન્હો તા.ર ૩ / ૦૯ / ર ૦ રર ના ક .૧૮ / ૩૫ વાગ્યે જાહેર થયેલ સદરહુ ગુન્હાના કામના કરીયાદી વિશાલભાઇ રસીકભાઇ સરધારા રહે.અમરેલી વાળાએ જાહેર કર્યા મુજબ આ કામે મો.નં , ૮૪૫૩૩૧૮૭૪૧ નાં વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરતા ઇસમે સાંસદ નારણભાઇ કાછડીયાને તેમના મોબાઇલ નંબર ઉપર અશ્લીલ વિડીયો કોલ કરી , તેમાં એડીટીંગ કરી , સાંસદ નારણભાઇ કાછડીયાને આ અશ્લીલ વિડીયો યુ - ટ્યુબ , ફેસબુક અને સોસિયલ મીડીયામાં વાયરલ કરવાની ધમકીઓ આપી ગુન્હો કરેલ . જે ગુન્હાના કામના આરોપીને રાજસ્થાનથી પકડી પાડેલ છે . પકડાયેલ આરોપી શાહિદખાન રજાકખાન મેવ ઉ.વ .૩૮ ધંધો- ટ્રક ડ્રાઇવિંગ રહે.ડોંગરી તા.ગોવિંદગઢ જી.અલવર રાજય ( રાજસ્થાન ) ------ આમ , પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચનાથી , શ્રી જે.પી.ભંડારી , નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ , અમરેલીનાઓના માર્ગદર્શન હેઠળ વોટ્સએપમાં લોકોને ન્યુડ વિડીયો કોલ કરી , તેનુ સ્ક્રીનરેકોડીંગ કરી , લોકોને ફસાવી પૈસા પડાવતી ગેંગના સભ્યને રાજસ્થાનથી પકડી પાડવામાં શ્રી સી.એસ.કુંગસીયા I / C પોલીસ ઇન્સપેક્ટર , સાયબર ક્રાઇમ પો.સ્ટે . તથા જે.એમ.કડછા પો.સબ.ઇન્સ , સાયબર ક્રાઇમ પો.સ્ટે . તેમજ S ; અમરેલીની ટીમને સફળતા મળેલ છે . રિપોર્ટર ભરતભાઇ ખુમાણ રાજુલા /અમરેલી.