પોરબંદરના પોરબંદરનાં મહારાણા નટવરસિંહજી ભાવસિંહજી જેઠવાની આજે બુધવારે શુભદશમનાં રોજ પોરબંદરનાં પૂણ્યશ્લોક અને પોરબંદર પ્રદેશને આધુનિક સુવિધાઓથી સરભર બનાવનાર અને તમામ ક્ષેત્રનાં લોક સુખાકારી અને સર્વગીય વિકાસનાં આધુનિક ઓપ આપનાર દુરંદેશી રાજવી મહારાણા નટવરસિંહજીની પૂણ્યતિથી છે. પોરબંદરનાં રાજવીએ તેમના શાસનકાળ દરમિયાન અને તે પછી પણ કોઇપણ પ્રકારની અપેક્ષા વગર તમામ પ્રકારનાં વ્યવહારો પ્રજાલક્ષી, પક્ષપાત વગરનાં વ્યવહાર અને ૨ાજકારણ પરથી પર રહી પોર્ટના વિચાર અને વ્યવહારનો અભિગમ રાખ્યો હતો. પુરાતત્વીય વિદ્દ અને ઇતિહાસકાર તેમજ પોરબંદરની ત્રણેય પેઢીનાં શિક્ષણકાર ગુરૂ મણીભાઇ વોરા સાથે તેમના ઘનિષ્ઠ સંબંધો હતાં. મણીભાઇ વોરાની આગેવાની હેઠળ સહકારથી પોરબંદર પુરાત્તન સંશોધન મંડળની સ્થાપના કરવામાં આવી.