જસદણના આનંદનગર વિસ્તારમાં સવારથી બાઈકો ખડકાય જાય છે:અનેક લોકો ત્રાહિમામ
જસદણના આનંદનગર વિસ્તારમાં રહેતા અનેક લોકો રોડ પર સવારથી બાઈકની હારમાળા સર્જાતી હોવાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે આ અંગે જવાબદાર તંત્ર યોગ્ય પગલાં ભરી આ વિસ્તારોના રહીશોને ગેરકાયદે પાર્કિગની છુટકારો આપે એવી માંગણી આનંદનગરના નાગરિકોએ કરી છે જસદણના એસ ટી ડેપો પાછળ આવેલ બે શેરીઓમાં લાંબા સમયથી હીરાનાં કારખાનાં ધમધમી રહ્યાં છે આ વિસ્તાર રહેણાંક હોવાં છતાં કેટલાંય હીરાનાં કારખાનાં ધમધમી રહ્યાં છે આ કારખાનાંઓને કોણે મંજૂરી આપી? તે સવાલ વર્ષોથી હવામાં અધ્ધર લટકી રહ્યો છે પણ આ હીરાના કારખાનાંમાં કામે આવતાં હજજારો કારીગરો પોતાનું બાઈક કારખાનામાં પાર્કિંગ કરવાને બદલે આ આનંદનગરની બન્ને શેરીઓમાં કરતાં હોવાથી આ વિસ્તારમાં રહેણાંક ધરાવતાં અનેક પરિવારો લાંબા સમયથી હેરાન પરેશાન છે એટલુ જ નહી પરંતુ આ વિસ્તારમાં અવરજવર કરતાં નાગરિકો અને વાહનચાલકો બાઈકોના થપ્પા લાગેલા હોવાથી દરરોજ અકળાઈ ઉઠે છે છતાં સબંધિત તંત્ર ગાંધારીની જેમ આંખે પટ્ટી બાંધી છે જસદણના આનંદનગર વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં બાંધકામો થાય છે પણ કોઈ બાંધકામમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવતી નથી કરોડો રૂપિયાની જગ્યાઓમાંથી જવાબદાર તંત્રના અધિકારીઓ, ઇજનેરો અને કર્મચારીઓ મલાઈ તારવી જાય છે અને મુસીબત પ્રજાને વેઠવી પડી રહી છે આને કેવો વિકાસ કહેવાય? એવો આનંદનગરના રહેવાસીઓએ તંત્ર સમક્ષ રોષ વ્યક્ત કર્યો હતો ત્યારે આનંદનગરમાં ગેરકાયદેસર થતાં બાઈક પાર્કિંગ સામે તંત્ર ઠોસ પગલાં ભરે તો અત્રેના રેહવાસીઓ રાહતનો શ્વાસ લઈ શકે એવી આ વિસ્તારના નાગરિકોની ઉગ્ર માંગણી ઉઠવા પામી છે.