દહેડા ગામના વતની વિનુભાઈ રાઠોડની ડેપ્યુટી કલેકટર પદે નિમણૂક થતા ગ્રામજનોએ સન્માન કર્યુ હતું.જનકલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો તેમજ પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલ, મામલતદાર મનુભાઈ હિહોર, દહેડા શાળાના આચાર્ય હિતેશભાઈ પરમાર, શિક્ષક ગિરિભાઈ ગોસ્વામી, સહિતના ગામના તેમજ આજુબાજુના ગામના અગ્રણીઓએ ઉપસ્થિત રહી ડેપ્યુટી કલેકટર વિનુભાઈ રાઠોડનું શાલ ઓઢાડી પુષ્પગુચ્છ અર્પી સન્માન કર્યું હતું.