પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન વંદે ભારત ટ્રેનને ગાંધીનગરથી લીલી ઝંડી આપી હતી. આ ટ્રેનને આજે અમદાવાદના મણિનગર નજીક અકસ્માત નડ્યો હતો. આ ટ્રેન તેના રૂટ પર ચાલી રહી હતી તે દરમિયાન જ પાટા પર ભેંસ વચ્ચે આવતા અકસમાત સર્જાયો હતો. આ અકસ્માતને કારણે ટ્રેનનો આગળનો ભાગ ક્ષત્રીગ્રસ્ત થઇ ગયો હતો. આ વંદે ભારત ટ્રેન મુંબઈથી ગાંધીનગર વાયા અમદાવાદ આવી રહી હતી. આ અકસ્માતને પગલે ટ્રેન થંભી ગઈ હતી. જો કે આ ટ્રેનના અકસ્માતને કારણે આવન જાવન પર કોઈ અસર રહેશે નહીં. નોંધનીય છે કે પ્રધાનમમંત્રી પીએમ મોદીએ હજુ થોડાક દિવસો પહેલા જ ગાંધીનગર મુંબઈ વચ્ચે વંદે ભારતને લીલી ઝંડી આપી હતી

આ અકસ્માત ભેંસ ટ્રેક પર આવી ગઈ હોવાથી સર્જાયો હોવાનું મનાય છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ એક ભેંસનું ટોળું રેલવે ટ્રેક પર આવી ગયું હતું જો કે ટ્રેનના ડ્રાઈવર દ્વારા અકસ્માત ન બને તે માટે ઇમર્જન્સી બ્રેક મારવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ટ્રેનની ગતિ એટલી તેજ હતી કે ટ્રેન ભેંસ સાથે અથડાઈ ગઈ હતી જેને કારણે ટ્રેનમાં થોડું નુક્કસાન થયું હતું.