ગુજરાતમાં ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કેન્દ્રીય નેતાના એક પછી એક પ્રવાસ ગોઠવાઈ રહ્યા છે. અમિત શાહનો ફરી એકવાર ગુજરાત પ્રવાસ 13 ઓક્ટોબરના રોજ યોજવામાં આવશે. ગત રવિવારે અમિત શાહ ગુજરાતના પ્રવાસે હતા. આ દરમિયાન તેમણે ગુજરાતમાં ચૂંટણીલક્ષી મહત્વની બેઠકમાં હાજરી આપી હતી. સંગઠન અને સરકાર સાથેની સંયુક્ત બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને મહત્વના સૂચનો તેમના દ્વારા કરવામાં આવ્યા હતા. અમિત શાહ ફરી એકવાર 13 ઓક્ટોબરના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ આ દિવસે વાંસદા ખાતે આવશે જ્યાં ઉનાઈ માતાના દર્શન માટે જશે.

તેઓ 13 ઓક્ટોબરે અહીંથી માતાજીના દર્શન કરીને ગૌરવ યાત્રાની શરુઆત કરાવશે. કેન્દ્રીય ગૃહમંત્રીના પ્રવાસને લઈને તેમજ આ યાત્રાને લઈને તૈયારીઓ ભાજપ તરફથી તેજ કરવામાં આવી છે. ખાસ કરીને અમિત શાહની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર સિધી નજર છે. ત્યારે વિવિધ ક્ષેત્રોમાં તેમના પ્રવાસ યોજવામાં આવી રહ્યા છે. મિશન 2022ને લઈને ગુજરાતમાં પ્રથમ વખત આપના આવવાથી ત્રિ પાંખિયા જંગ જોવા મળશે. આમ આદમી પાર્ટી પણ ભાજપ અને કોંગ્રેસની જેમ 182 વિધાનસભાની બેઠકો પરથી ચૂંટણી લડવા જઈ રહી છે. ત્યારે અરવિંદ કેજરીવાલના પણ વીકમાંથી એકથી વધુ વખત પ્રવાસ યોજાઈ રહ્યા છે ત્યારે તેઓ 8 ઓક્ટોબરના રોજ ગુજરાત પ્રવાસે છે. ત્યારે બીજેપીના કેન્દ્રીય નેતાઓના પણ એક પછી એક પ્રવાસ આજથી 10 તારીખ સુધી યોજાઈ રહ્યા છે.