પ્રાચીનકાળથી વનસ્પતિ-વૃક્ષ અને વન સાથે મનુષ્યનો નાડી પ્રાણસંબંધ રહ્યો છે...
પાટણ જિલ્લામાં વન મહોત્સવ અંતર્ગત 21.40 લાખ રોપાઓ ઉછેરવાનું આયોજન
પાટણ જિલ્લામાં ૭૩મા જિલ્લા સ્તરીય વન મહોત્સવની ઉજવણી રિઝઓનલ સાયન્સ સેન્ટર ચોરમારપુરા ખાતે જીલ્લા પંચાયત પ્રમુખશ્રી ભાનુમતીબેન મકવાણાની ઉપસ્થિતમાં ઉજવવામાં આવ્યો. જે અંતર્ગત જિલ્લામાં 21.47 લાખ રોપાઓના ઉછેર થકી જિલ્લાને લીલોછમ કરવા માટેનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
પાટણ જિલ્લામાં જંગલની જમીન તેમજ જંગલ સિવાયની જમીનમાં વૃક્ષનું પ્રમાણ વધે તે માટે ચાલુ વર્ષે ખાતાકીય વાવેતર તેમજ વન મહોત્સવ થકી અથાગ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. વિવિધ યોજનાઓ હેઠળ જંગલ વિસ્તારમાં તેમજ જંગલ સિવાયના બહારના વિસ્તાર જેવા કે ગૌચર, સ્વૈછિક સંસ્થા, સ્મશાન ભૂમિ, ખેડૂતોની જમીન તેમજ રોડ વિસ્તારમાં 1279.50 હેકટરમાં 11.70 લાખ રોપઓનુ વાવેતર ચાલુ ચોમાસામાં કરવામાં આવશે.
પાટણ જિલ્લામાં વન મહોત્સવ યોજના અંતર્ગત ચાલુ વર્ષે ૭૩મા વન મહોત્સવ અંતર્ગત 21.40 લાખ રોપા પોલીથીન બેગમાં ઉછેરવામાં આવેલ છે. જે રોપાઓને ગ્રામપંચાયતો, સ્વૈચ્છિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ, ખેડુતો તેમજ લોકોને વિતરણ કરવામાં આવશે. ફાર્મ ફોરેસ્ટ્રી, વૃક્ષ ખેતી યોજના તથા એગ્રો ફોરેસ્ટ્રી મોડલ યોજના હેઠળ ખેડૂતોના ખેતરમાં અને શેઢ વૃક્ષ વાવેતર યોજનાના લાભાર્થીઓના ખેતરમાં 466 હેક્ટરમાં 4.25 લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવશે. ગુજરાત સરકારે ચાલુ વર્ષે ઉપવન બનાવવાની યોજના પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાનું લૂખાશન ગામે હનુમાન મંદિર ખાતે અંદાજે ₹10.00 લાખના ખર્ચે એક પવિત્ર ઉપવન બનાવવામાં આવશે. મહાનુભાવોના હસ્તે જિલ્લાના લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.
૭૩મા વન મહોત્સવમાં જીલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભાનુમતીબેન મકવાણા, સંસદ સભ્યશ્રી ભરતસિંહ ડાભી, શ્રી કે.સી.પટેલ, જિલ્લા કલેકટરશ્રી સુપ્રીતસિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એમ.સોલંકી, નાયબ વન સંરક્ષકશ્રી વહિવટ ગાંધીનગર, નાયબ વન સંરક્ષકશ્રી બિંદુબેન પટેલ તેમજ ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.