અસત્ય પર સત્યના વિજયના મહાપર્વ વિજયાદશમીના તહેવારની આજે બુધવારે સિહોર શહેર અને જિલ્લામાં પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી.દશેરાના પર્વે સ્થાનિક મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં સવારથી જ ખાણી પીણીના રસિકજનોની ફાફડા-જલેબીના કાઉન્ટર્સ પર લાંબી કતારો જોવા મળતી હતી. છેલ્લા ત્રણ વર્ષના કઠિન સમયગાળા બાદ ખેલૈયાઓએ. પણ નવરાત્રિ મહોત્સવની ધામધૂમથી ઉજવી છે રાસગરબા સાથે દાંડીયારાસની રમઝટ બોલાવી છે નવરાત્રિના સમાપન બાદ અધર્મ પર ધર્મના વિજયની ઉજવણી અર્થે વિજયાદશમીના મહાપર્વે મીઠાઈ અને ફરસાણ ખાવાનું અનન્ય મહાત્મ્ય વર્ષોથી ચાલ્યુ આવતુ હોય બુધવારે દશેરાના અવસરે સિહોર શહેર અને જિલ્લાભરમાં મોટા ભાગના વિસ્તારોમાં આવેલા મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં ચોળાફળો, શુધ્ધ ઘીની કેસરયુકત જલેબી ઉપરાંત અવનવી મીઠાઈના વેચાણ માટે વિશેષ કાઉન્ટરર્સ ખોલવામાં આવ્યા હતા. તેમજ કેટરર્સ તેમજ દ્વારા શહેરના વિવિધ સર્કલો, ચોક સહિતના સ્થળોએ ખાસ મંડપો, હાટડીઓ ઉભી કરાઈ હતી. જયા દિવસ દરમિયાન
હજ્જારો કિલો ચોળાફળી, જલેબી તેમજ મીઠાઈઓનું ધૂમ વેચાણ થયુ હતુ. વિક્રેતાઓના જણાવ્યા અનુસાર આજના દિવસે સિહોર શહેર અને તાલુકામાં લાખ્ખો ઉપરાંતની કિંમતના ચોળાફળી તેમજ જલેબીનું વેચાણ થયું છે. સ્થાનિક કેટલીક નામાંકિત દુકાનોમાં તો બપોરના સાંજના અરસામાં જ ચોળાફળીનો સ્ટોક ખાલી થઈ ગયો હતો. ખાધ તેલ ઉપરાંત રો મટીરીયલ્સ અને મજુરીના દરમાં વધારો થતા ચોળાફળી અને જલેબીના ભાવમાં ૧૦ થી ૧૫ ટકાનો વધારો થયો છે. આ વર્ષે અગાઉના વર્ષની તુલનામાં સિહોર શહેરમાં ફાફડા અને જલેબીના કાઉન્ટરની સંખ્યામાં વધારો થયો છે.