વિજયાદશમી નિમિત્તે લીંબાયત ઉત્સવ સમિતિ દ્વારા નીલગીરી ગ્રાઉન્ડ, લીંબાયત ખાતે રાવણદહન કાર્યક્રમ

 'અસત્ય પર ફસત્ય' , 'અનીતિ પર નીતિ', 'આસુરી શક્તિ પર દેવી શક્તિ' ના વિજયનું પ્રતિક પર્વ એવા દશેરાની ઉજવણી સમગ્ર દેશભરમાં ભારે ઉત્સાહપૂર્વક કરવામાં આવી રહી છે

નવરાતત્રી ના નવ દિવસ ગરબા રમી , માતાજીની આરાધના કર્યા બાદ દશેરાના દિવસ ને,એટલે કે નવરાત્રીના દસમાં દિવસને અસત્ય પર સત્યની વિજય દર્શાવતા, મહાપર્વને દશેરા તરીકે મનાવવામાં આવે છે.

દશેરાના દિવસે રામાયણમાં રામ ભગવાને રાવણનો વધ કર્યો , ત્યારે આસોસુદ દશમ હતી જેથી દસમના દિવસને દશેરાના મહાપર્વ તરીકે મનાવવામાં આવે છે .

જે દિવસે લોકો હર્ષ ઉલ્લાસથી રાવણ દહન કરીને ફાફડા અને જલેબી ની મોજ માણી ને પોતાના જીવનમાંથી અંધશ્રદ્ધા , રૂઢીચુસતા અને તમામ પ્રકારની નેગેટિવ બાબતોને દૂર કરી પોઝિટિવ અને સકારાત્મક એનર્જીને મહેસુસ કરી આ મહાપર્વને મનાવતા હોય છે.અને અંતિમ દિવસ એટલે દશેરા માં દિવસે રાવણ દહન કરવામાં આવે છે

જે અંતર્ગત લીંબાયત ઉત્સવ સમિતિ દ્વારા નીલગીરી ગ્રાઉન્ડ, લીંબાયત ખાતે રાવણદહન ના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ, શાસકપક્ષ નેતા શ્રી અમિતભાઈ રાજપૂત, ભાજપા શહેર યુવા મોરચા પ્રમુખ શ્રી ભવિનભાઈ ટોપીવાલા, ચાલથાણ સુગર ફેક્ટરી ના ડિરેક્ટર લીનાબેન , સૌ ચેરમેન શ્રીઓ, કોર્પોરેટર શ્રીઓ, માજી.કોર્પોરેટર શ્રીઓ, તમામ વોર્ડના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા.