સુરત શહેરના ભટારની શાંતિવન મિલમાં દુર્ઘટના 8 મજુર સાથે લિફ્ટ ત્રીજા માળથી નીચે પડી.

સુરતના ભટાર વિસ્તારમાં આવેલા ગિરધર એસ્ટેટ-2માં આવેલી લૂમ્સના કારખાના અને લોન્ડ્રીના કારખાનામાં કામ કરતા આઠ કામદાર ત્રીજા માળેથી પટકાયા છે. ત્રીજા માળેથી લિફ્ટમાં કામદારો વહેલી સવારે લિફ્ટમાંથી નીચે ઊતરી રહ્યા હતા. ત્યારે લિફ્ટનો તાર તૂટી પડતાં ધડાકાભેર નીચે પડી હતી, જેમાં એક કામદારનું મોત નીપજ્યું છે, જ્યારે સાત કામદારને ગંભીર ઈજા પહોંચતાં સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા છે. જ્યારે ખટોદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.