રાજુલા પોલીસ દ્વારા વિજયાદશમી નિમિતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું.
આજરોજ વિજયાદશમી નિમિત્તે સમગ્ર રાજ્યમાં જયારે શસ્ત્રો પૂજન કરવામાં આવ્યું છે ત્યારે અમરેલી જિલ્લાનાં રાજુલા પોલિસ સ્ટેશન નાં પી.આઇ.એ.એમ.દેસાઈ સાહેબ ની આગેવાનીમાં આજરોજ રાજુલા પોલીસ સ્ટેશન ખાતે વિજયાદશમી નિમિતે શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્ર પૂજન કરવામાં આવેલ. જેમાં પી.એસ.આઇ.શ્રી પી. ડી. ગોહીલ સાહેબ, તેમજ પી.એસ.આઇ . શ્રી એ.એમ. રાધનપરા સાહેબ તેમજ પોલીસ કર્મચારીઓ હાજર રહેલ.
જેમાં શાસ્ત્રી મહારાજ દ્વારા શસ્ત્ર પૂજન ની વિધિ અનુસાર શસ્ત્રનું પૂજન કરવામાં આવ્યું. થાણા અધિ.શ્રી તેમજ પોલીસ કર્મચારીઓની હાજરીમાં શસ્ત્ર પૂજન કરવામાં આવેલ. આમ, વર્ષોથી ચાલતી પરંપરા આજે પણ પોલીસ દ્વારા જાળવી રાખી છે.
રિપોર્ટર.ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.