આંકલાવ તાલુકામાં અનાજ માફિયાઓ બેફામ
સરકારી અનાજનો ખુલ્લેઆમ કાળો કારોબાર પુરવઠા વિભાગ નિદ્રામાં
અનાજ માફિયાઓ દ્વારા ખોટા બિલો મૂકી વાહનોમાં હેરાફેરી કરવામાં આવે છે
એક બાજુ ગરીબોને પૂરતું અનાજ નથી મળતું ને બીજી તરફ આવા અનાજ માફિયાઓ દ્વારા ખોટા બિલો વાપરી તંત્રના નાક નીચેથી અનાજ સગેવગે કરી રહયા છે
સરકાર દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સસ્તા અનાજની દુકાનો શરૂ કરવામાં આવી છે.જેથી ગરીબ પરિવારોને પુરતુ અનાજ મળી રહે, પરંતુ ગરીબોને આપવાનું અનાજ બારોબાર પગ કરી જતુ હોવાનુ જોવા મળી રહ્યું છે.ત્યારે આંકલાવમાં આ પ્રકારનું કૌભાંડ ઝડપવા પુરવઠા વિભાગઆ પર અનેક શંકાઓ ઉભી થવા પામી છે અગાઉ પણ સરકારી અનાજ સગેવગે કરવાના કિસ્સા સામે આવી ચૂક્યા છે ત્યારે ગાંધીનગર પૂરવઠા વિભાગ દ્વારા આંકલાવ અને આસોદરમાં આવેલ તેમજ ખાનગી ગોડાઉન અને અનાજની દુકાનોમાં ચુસ્ત તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે ઉલ્લેખનિય છે કે આંકલાવના સરકારી ગોડાઉન પરથી પણ ગરીબોના અનાજનું પણ ગેરકાયદેસર વેપલો થવાની પણ બુમો ઉઠવા પામી છે
આંકલાવ તાલુકામાં ગરીબોને આપવાનું અનાજ બારોબાર સગેવગે થતું હોવાની ભારે ભુમો ઉઠવા પામી છે જેમાં આંકલાવ શહેર સહિત તાલુકાના આસોદરમાં આવેલ ખાનગી અનાજના ટ્રેડર્સના અનાજ માફિયાઓ દ્વારા ગરીબોનું અનાજ દ્વારા કાળો કારોબાર કરવામાં આવી રહ્યા હોવાની બુમો તાલુકામાં ઉઠવા પામી છે જેમાં સરકારી અનાજના ગોડાઉનમાંથી તેમજ સસ્તા અનાજની દુકાનોમાંથી ગરીબોના હકનું અનાજનો કાળો કારોબાર ફુલ્યા ફલ્યા છે. આંકલાવ શહેર તેમજ આસોદરમાં આવેલા ખાનગી અનાજના વેપારીઓ પોતાના ગોડાઉનમાં અનાજનો સંગ્રહ કરવામાં આવતો હોય છે જો આવા ખાનગી ગોડાઉનમાં યોગ્ય તપાસ આણંદ તેમજ તાલુકાના પૂરવઠા વિભાગ દ્વારા કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે તેમ છે