ઉમરેઠ નગરમાં ઐતિહાસિક શ્રી વારાહી માતાનો આસો સુદ-૯ નો હવન યોજાયો. લોકવાયકા છે કે ભારતમાં માત્ર ઉમરેઠ અને કાશી ખાતે યોજાતા ઐતિહાસિક વારાહી માતાજીના હવનના દર્શનનો લાભ લેવા ખાસ કરીને બાજખેડાવાળ જ્ઞાતિના લોકો દૂર દૂરથી આવે છે. હવન દરમ્યાન હોમાતા ૧૯ કવચ દરમ્યાન કાળા દોરાને ગાંઠ મારી શરીર પર ધારણ કરવામાં આવે તો વર્ષ દરમ્યાન સ્વાસ્થ્ય સુખ મળે છે,જ્યારે ચમત્કારી વારાહી માતાના આ હવન આખી રાત ચાલતો હોવા છતા પણ લોકો જાગી આ ૧૯ કવચ હોમાય ત્યાં સુધી હવનના દર્શનનો લાભ લેતા હોય છે અને ૧૯ કવચ દરમ્યાન પોતાની સાથે રહેલા કાળા દોરાને ૧૯ ગાંઠ મારતા હોય છે. આ હવનમાં યજમાન પદે બેસવા માટે નામ લખાવવામાં આવે તો લગભગ ૪૦ વર્ષે યજમાન પદે બેસવાનો લાહ્વો મળે છે. હવનમાં ૨૦૦ મણ લાકડા, ૫૦ કીલો પાયસ, ૧૦૦ કીલો તલ, ૫૦ કીલો ઘી, ૧૦૦૦ નંગ નાળીયેર, તથા મોટી માત્રામાં પુજાપો વપરાય છે. દૂધમાં ચોખા પણ રાંધવામાં આવે છે જેનો ઉપયોગ હવિષ્ય તરીકે કરવામાં આવે છે.