વર્લ્ડ મેન્ટલ હેલ્થ સપ્તાહ ૨૦૨૨ ના ભાગરૂપે શ્રી ભાવસિંહજી જનરલ હોસ્પિટલ પોરબંદર DMHP NCD Cell ના ક્લિનિકલ સાયકોલોજિસ્ટ મનિષકુમાર મારુ તથા સોશિયલ વર્કર હેતલબેન મોઢા દ્વારા ડૉ. વી. આર. ગોઢણિયા કોલેજ ખાતે એક માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમા કોલેજના વિદ્યાર્થીઓને માનસિક રોગોથી પરીચય કરાવવામાં આવ્યા હતા અને તેના લક્ષણો વિશે વાત કરવામા આવી હતી તેમજ તેમના પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ડૉ. વી. આર. ગોઢણિયા કોલેજના પ્રીન્સીપાલ ડૉ. કેતન ડી. શાહ સાહેબ નો સહકાર રહ્યો હતો.