સરકાર સારા રોડ રસ્તા આપવાનો દાવો કરે છે અને સરકારની ફરક પણ છે તેમ છતા પણ જમીની હકીકત કઈ અલગ જ હોય છે. કાલોલ તાલુકાના બાકરોલ ગામ ના બે કિશોર પાણીમા ડુબ્યા હતા અને તે પૈકીના એક લાપતા કિશોર ની લાશ આજ રોજ સવારે મળી આવેલ જેની લાશ ભરવાડવાસ માંથી કાલોલ રેફરલ હોસ્પિટલમાં લઈ જવા માટે ટ્રેકટર મારફતે નીકળ્યા હતા ત્યારે બિસ્માર રસ્તાને કારણે ટ્રેકટર ના આગલા વ્હીલ ભારે કીચડ મા ફસાઈ જતાં અન્ય ટ્રેકટર દ્વારા બહાર કાઢવામાં આવેલ જેનો વિડીઓ બહાર આવ્યો છે.વિડીઓ ના માધ્યમ થી સ્પષ્ટ થાય છે કે આ વિસ્તારનાં લોકો ની અવરજવર નો આ રસ્તો એટલો ખરાબ છે કે ટ્રેકટર જેવુ વજનદાર સાધન પાછુ પડે છે તો સામાન્ય ટુ વ્હીલર કે ફોર વ્હીલ ની શુ વિસાત ? સરકાર દ્વારા આ બાબતે તાકીદે ઘટતી કાર્યવાહી કરવાની જરૂર છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं