ઉત્તર પ્રદેશના કન્નૌજમાં પરફ્યુમ બિઝનેસમેન પીયૂષ જૈનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પીયૂષ જૈન વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, ED ટૂંક સમયમાં પિયુષ જૈનના કન્નૌજમાં આવેલા આવાસ અને સંસ્થાનો અને દેશના તમામ શહેરોમાં તેમના સ્થાનો પર દરોડા પાડી શકે છે. આ સિવાય ED પીયૂષ જૈનની કરોડો રૂપિયાની સંપત્તિ જપ્ત કરી શકે છે.

પીયૂષ જૈનના પરિસરમાં દરોડા પાડ્યા બાદ DDGIએ 197 કરોડ રૂપિયા રોકડા અને 23 કિલો વિદેશી સોનું રિકવર કર્યું હતું. પીયૂષ જૈન વિરુદ્ધ DDGI અને DRI દ્વારા FIR દાખલ કરવામાં આવી હતી. DDGIએ પીયૂષ જૈન પર 31.5 કરોડ રૂપિયાની કરચોરીનો આરોપ લગાવ્યો હતો. વિદેશી સોનું મળતાં DRIએ પીયૂષ જૈન વિરુદ્ધ FIR દાખલ કરી હતી