ધાવડીયા ચેકપોસ્ટ પરથી ઇંગ્લિશ દારૂ ભરેલા આઇસર ટેમ્પા સાથે 1 ઈસમને ઝાલોદ પોલીસે ઝડપી પાડ્યો.

ઝાલોદ પોલીસ મથકના સિનિયર પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલા બાતમીના આધારે ધાવડિયા ચેક પોસ્ટ પરથી ઇંગ્લિશમાં દારૂ ભરેલા આઇસર ટેમ્પા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે.

આ હેરાફેરીમાં અન્ય ચાર ઈસમોની સંડોવણી સામે આવી છે જેથી ઝાલોદ પોલીસે એક ઈસમને ઝડપી લઇને અન્ય ચાર ઈસમો સામે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.