સિહોર શહેરમાં તસ્કરો જાણે તંત્રને ચેલેન્જ આપી રહ્યા હોય તેમ ચોરી તસ્કરીની ઘટનાઓને સતત અંજામ આપી રહ્યા છે શહેરમાં રોજબરોજ સામે આવતી ચોરીના કિસ્સાઓ ને લઈ નગરજનો તેમજ વેપારીઓમાં રોષ ની લાગણી જોવા મળી રહી છે પોલીસ રાત્રી પેટ્રોલિંગ વધારે તેવી લોકો માં માંગ ઉઠી છે શહેરમાં તસ્કરો બેફામ બન્યા છે છેલ્લા ચારેક દિવસમાં બે હીરાના કારખાનાઓમાં ચોરીના કિસ્સો સામે આવ્યા છે ત્યારે સિહોરના ભાવમગર રોડ આવેલ HDFC બેંકની ઉપર આવેલ
કારખાનામાં ઓફિસની તાળું તોડીને અંદર પ્રવેશી ઓફિસમાં રહેલા હીરા લઈને રફુચક્કર થઇ જતા માલિક ઘનશ્યામભાઈના હોશકોશ ઉડી ગયા હતા હીરાની ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી ચોરીની ઘટનાની જાણ સિહોર પોલીસને કરતા તાબડતોડ ઘટનાસ્થળે ઘસી આવી સીસીટીવી કેમેરા રેકોર્ડીંગના ફૂટેજ મેળવી પ્રાથમિક તપાસ હાથધરી વાહનચોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા મામલતદાર કચેરી નજીક આવેલ હીરાના કારખાનામાં ત્રાડકી કારખાનામાં રાખેલ હીરા અને રોકડ રકમ ઉઠાવી તસ્કરો ફરાર બન્યા હતા. ચોરીના બનાવો સતત વધી રહ્યા છે. પોલીસનો જાણે કોઇ ભય જ ન રહ્યો હોય તેમ ચોરીને અંજામ આપી રહ્યા છે. જેને લઈ ચકચાર મચી છે