. કાંકરેજ તાલુકાના આકોલી ખાતે સિકોતર માતાજી અને મેલડી માતાજી ના 16 ફૂલોના ગરબા યોજાયા... પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના આકોલી ખાતે આવેલ શ્રી સિકોતર માતાના મઢ ખાતે પુર્વ સરપંચ ગાંડાજી વાઘેલા અને એમના પરિવાર સહિત અનેક શ્રદ્ધાળુઓ દ્વારા 16 ફૂલોના ગરબા યોજાયા હતા જેમાં ભુવાજી શ્રી રણધીરસિંહ ચંપુભા વાઘેલા અને કંબોઈ ના સોલંકી વિનુભા સહિત અન્ય આગેવાનો ભુવાજી તેમજ સગા સબંધી અને ગરબે ઘુમવા માટે ડીજે સાઉન્ડ સિસ્ટમ પર લાઈવ પ્રોગ્રામ યોજાયો હતો જેમાં મોટો કલાકારોનો કાફલો અને ગામની બહેન દીકરીઓ અને વહુવારુઓ ગરબે ઘુમવા નીકળ્યા હતા અને ગરબાની રમઝટ બોલાવી હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ચૈત્ર માસમાં દેવી દેવતા ના આશીર્વાદ લેવા માટે હોમ હવન પૂજા અર્ચના આરતી અને રમેલો (જાતર) કરી ને શ્રદ્ધાળુઓ પોતાની માનતાઓ પૂરી કરે છે ત્યારે આકોલી ખાતે સધી સીકોતર માતાજીના મંદિરના પરિસરમાં રાત્રી દરમિયાન સુંદર રીતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું
અહેવાલ માનસિંહ ચૌહાણ કાંકરેજ બનાસકાંઠા