સિહોરમાં સુરકાના દરવાજા થઈ લીલાપીરનો રોડ લાંબા સમયથી સાવ ખખડધજ હાલતમાં થઈ ગયેલ છે. અહિ રોડનું નામોનિશાન રહ્ય્‌ નથી તેમ છતાં નગરપાલિકા દ્વારા ધ્યાન આપવામાં નહિ આવતા આ વિસ્તારમાં રહેતા નાગરિકોમાં તંત્રવાહકો પ્રત્યે સખ્ત નારાજગી જન્મી છે. સિહોરના સતત ધમધમતા ઉપરોકત આ રોડ ઉપરથી ટાણા, વરલ, બેકડી, સરકડીયા, સાગવાડી, સર, કાજાવદર,જાબાળા, બોરડી,દેવગાણા અને અગિયાળી વ. 20 થી 25 ગામોમાં જવા આવવા માટે પસાર થવુ પડે છે. જેથી વાહનવ્યવહાર પણ ર૪ કલાક આ રોડ પરથી સતત ધમધમતો રહ છે. આ રોડ ઉપર આર.સી.સી. કે ડામરનું નામોનિશાન રહ્યુ નથી. આખા ઉભા રોડમાં મસમોટા પાંચથી છ ફુટના ખાડાઓ પડી જવા પામ્યા છ.સુરકાના દરવાજા થઈ લીલાપીર ગરીયાળા વાસ સુધીનો રોડ સાવ ખખડધજ થઈ જવા પામ્યો છે. આ રોડ ધોરી માર્ગ હોવાથી પાલિકાનું અંધેર તંત્ર ધ્યાન દેતુ નથી કે નથી આર.એમ.બી.ધ્યાન દેતુ. બંને તંત્ર દ્રારા પરસ્પર ખો ખો દેવાના કારણે લીલાપીર વિસ્તારના નાગરિકોમાં રોષની લાગણી ઉત્પન્ન થવા પામી છ. 

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

જયારે બીજી બાજુ આ રોડ પરથી અનેક ગામોને જવા આવવા માટે ફરજીયાત આ જ રોડ પરથી તેમના વાહનો લઈને પસાર થવુપડે છે અને ઘણી વાર આ રોડ ખખડધજ હોવાના કારણે તેઓને પોતાના વાહન પરથી કાબુ ગુમાવવુ પડે છે. અવારનવાર આ માર્ગ પર અકસ્માતો સર્જાય છે. એટલી હદે આ આ રોડની અવદશા થઈ ગઈ છે. ઘણી વખત તો વાહનોની બ્રેક પણ ફેઈલ થઈ જાય છે. તેમજ સાગવાડી, કાજાવદર, જાબાળા, દેવગાણા, અગિયાળી, બોરડી, ટાણા, સરકડિયા, બેકડી અને વરલ જેવા અનેક ગામોમાંથી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સવાનને પણ દર્દીઓને કે પ્રસુતાબહનોને આ બિસ્માર રોડ પરથી થઈ હોસ્પિટલ સુધી પહોંચાડવામાં ભારે મુશ્કેલ બની જાય છે. એટલી હદેઆ રોડની અવદશા થઈગઈ હોવા છતા આર.એન્ડ બી.નું અંધેર તંત્રને તેમજ પાલિકાતંત્રને પોતાની નરી આંખે આ રોડની મરામત. કરાવવાનું દેખાતુ ન હોવાથી વાહનચાલકોમાં તેમજ સ્થાનિક રહિશોમાં પ્રબળ રોષની લાગણી જન્મી છે.