સિહોર પોલીસ સ્ટેશનના A S I ડિ.બી.ટીલાવત ખાતાકિય પોલીસ સબ ઇન્સપેકટરની પરીક્ષા પાસ કરતા પોલીસ મથક ખાતે તેઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો ભાવનગરના પોલીસ બેડાના હેડ કોન્સ્ટેબલ અને એ.એસ.આઇ. મળી ૨૧ પોલીસ કર્મચારીઓએ પી.એસ.આઇ. માટેની ખાતાકીય પરીક્ષા પાસ કરી છે. આગામી દિવસોમાં આ તમામ ૨૧ કર્મચારીઓને પી.એસ.આઇ. તરીકે પ્રમોશન સાથે નિયુક્તિ મળશે તેમ જાણવા મળી રહ્યા છે. પોલીસ બેડામાં ખાતાકીય પરીક્ષાથી પ્રમોશન માટે લેવાતી વિવિધ મોડની પરીક્ષા પૈકી અગાઉ લેવાયેલી મોડ-રનું પરિણામ જાહેર થયું છે જેમાં ભાવનગર પોલીસ બેડામાં શહેર અને જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ૨૧ પોલીસ કર્મચારીઓ ઉતિર્ણ થયા છે જે તમામ હવે આગામી દિવસોમાં પી.એસ.આઈ. તરીકે ફરજ બજાવશે. જે ર૧ પોલીસ કર્મચારીઓ
પી.એસ.આઇ.ની પરીક્ષામાં ઉતિર્ણ થયા છે તેમાં સિહોરના ડી બી ટીલાવતનો સમાવેશ થાય છે જેઓ છેલ્લા ચારેક વર્ષથી ફરજ બજાવે છે ત્યારે પોલીસ સબ ઇન્સપેકટરની ખાતાકિય પરીક્ષામાં પાસ થતા આજે સિહોર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર કે.ડી.ગોહિલ અને સ્ટાફ દ્વારા ફુલહાર સાથે શબ્દોથી
સન્માનિત કરી
ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભેચ્છાઓ પાઠવી હતી
સિહોર પોલીસ સ્ટેશત ખાતે સત્માતિત કરાયા, ડી બી ટીલાઘત સહિત જિલ્લાતા વિવિધપોલીસસ્ટેશતમાં 2ાથી ઘધુફરજ બજાઘતા કર્મચારીઓતે આગામી દિવસોમાં મળશે પી.એસ,આઇનું પોસ્ટીંગ