જસદણના દહીંસરાના કોળી યુવાન ભરતભાઇ સાકરીયાનું ‘હિટ એન્ડ રન'ની ઘટનામાં મોત દહીંસરા રહેતો ભરતભાઇ જગાભાઇ સાકરીયા (ઉ.વ.૩૫) તા. ૩૦/૯ના રોજ બાઇક હંકારી પોતાના ગામથી કમળાપુર ગામે કામ માટે જઇ રહ્યો હતો ત્‍યારે રસ્‍તામાં કોઇ કારનો ચાલક ઠોકર મારી ભાગી જતાં ગંભીર ઇજા પહોંચતા જસદણ સારવાર અપાવી રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયેલ. ત્‍યાંથી વધુ સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યો હતો. પરંતુ ગત મોડી રાતે દમ તોડી દેતાં સ્‍વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં.  મૃત્‍યુ પામનાર ભરતભાઇ ત્રણ ભાઇમાં મોટા હતાં અને દરજી કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં બે પુત્ર છે. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ભાડલા પોલીસને જાણ કરી હતી.