સિહોર શહેરમાં પત્રકાર એકતા પરિષદના પ્રમુખ તરીકેનો તાજ મુકેશ જોષીના શિરે મુકાયો છે પત્રકાર એકતા પરિષદના પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડિયા અને જિલ્લા પ્રમુખ મિલનભાઈ કુવાડિયાના માર્ગદર્શન અને સૂચના મુજબ સિહોર શહેરમાં પત્રકાર એકતા સંઘના પ્રમુખ તરીકે મુકેશ જોષીને નિયુક્તિ કરાતા શુભેચ્છાઓનો ધોધ વહ્યો છે ગઇકાલે ભાવનગર ખાતે પત્રકાર એકતા સંઘની અગત્યની બેઠક મળી હતી જે બેઠકમાં સિહોરના પ્રમુખ તરીકેની જવાબદારી મુકેશ જોષીના શિરે મુકવામાં આવી છે આ વરણી વેળાએ. જિલ્લા પ્રમુખ મિલન કુવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાતના 33 જિલ્લા અને તમામ 252 તાલુકા કારોબારી ધરાવતું રાજ્યનું સો પ્રથમ અને એકમાત્ર સંગઠન છે. તાલુકા કે જીલ્લા કક્ષાએ કાર્યરત પત્રકારો સંગઠન સાથે જોડાઈને નાના મોટા મતભેદો. ભૂલીને એક થાય તે હેતુથી પત્રકારોનો અવાજ બુલંદ કરવા સંગઠિત થવા આહ્યાન કર્યું હતું. સંગઠનમાં જોડાવાથી થતાં ફાયદાઓ અને સંગઠનની તાકાત વિશે પણ જણાવ્યું હતું આજના સમયમાં સંગઠન શક્તિ એ જ સર્વોપરિ છે. જેથી વધુને વધુ પત્રકારો આપણા સંગઠનમાં જોડાય તે માટે પ્રેરિત કરી નવનિયુક્ત પ્રમુખ મુકેશ જોષીને અભિનંદન આપ્યા હતા આજે સવારે મુકેશ જોષીની વરણીની જાહેરાત બાદ અભિનંદન અને શુભેચ્છાઓનો ધોધ વહ્યો છે શુભેચ્છકોએ મુકેશ જોષીને શુભેચ્છાઓ પાઠવી ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી બીજી બાજુ મુકેશ જોષીએ પણ પત્રકાર એકતા પરિષદને મજબૂત કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો